વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા વીસીની ચેમ્બરમાં જતા પહેલા મોબાઈલ બહાર મૂકવાનો નિર્ણય લેવાતા અનેક વિસંગતતાઓ જોવા મળી છે. વીસીની ચેમ્બરની બહાર એક ટ્રે મૂકવામાં આવી છે અને સાથે બોર્ડ પર સૂચના પણ લખવામાં આવી છે.
યુનિવર્સિટીના ઈતિહાસમાં આ પ્રકારનો કિસ્સો પ્રથમ વખત બનવા પામ્યો છે હેડ ઓફિસમાં મીડિયાને પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જોકે ન જવા દેવાના આદેશ પર મીડિયા અત્યંત ચિંતિત બન્યું છે તેમજ મીડિયાકર્મીઓ આગામી સમયમાં કઇ રીતે કાર્ય કરશે તે પણ જોવું રહ્યું. આ નિર્ણયનો સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ તઘલખી નિર્ણયનો તમામ બાજુએથી વિરોધ પણ થઇ રહ્યો છે આ તકે સેનેટ સભ્ય નીકુલ પટેલ જણાવે છે કે આ પ્રકારના નિર્ણયો લઇ ના શકાય તો ક્યારેય પણ આ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા નથી. આ નિર્ણય વિશે આગામી સમયમાં વિશેષ સમક્ષ લેખિત રજૂઆત કરીશું તેમજ યુનિવર્સિટીમાં PRO તરીકે લકુલીશ ત્રિવેદી એ જણાવ્યુ છે કે વીસી ની ઓફિસમાં ફોનના કારણે કોઈ ડિસ્ટર્બ ન થાય એટલે આવો નિર્ણય લીધો હશે. આ પ્રકારનો નિર્ણય અગાઉ ક્યારેય પણ લેવામાં આવ્યો નથી આગામી સમયમાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવે છે કે કેમ??? કે પછી સત્તાધારી પક્ષનો નિર્ણય યથાવત રહેશે તે જોવું રહ્યું.