વડોદરા શહેરમાં સ્વરછતા માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ હાલમાં દિવા તળે અંધારું જેવો ઘાટ જોવા મળે છે. આજરોજ સામાજીક કાર્યકર દ્વારા તપાસ કરતાં જોવા મળ્યું કે વડોદરા શહેરમાં કુબેર ભવનમાં બેસતા ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ઓફિસ પાછળ જ ગંભીર ગંદકીની ભરમાર સાથે કુબેર ભવનમાં સંડાસ બાથરૂમમાં પાણી નથી આવતું તેવી બુમો ઉઠે છે સાથે કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી નથી મળી રહ્યું તેની તપાસ કરતાં જોવા મળ્યું કે હજારો ગેલન પાણી વહી જાય છે.
મેન પાણીની પાઈપ લાઈન ફાટી છે સાથે આ કુબેર ભવનમાં પોપડા ખરી રહ્યા છે, આ બિલ્ડિંગ ઘણી જુની છે અને હજારો ગેલન પાણી રોજે રોજ જમીનમાં જાય તો આ જમીન પણ બેસી શકે છે સાથે આજુબાજુમાં કચરો ઉઠાવવામાં આવે છે. અધિકારીઓની અવરજવર છતાં નિદ્રાધિન બની તમાસો જોવા હોય તેમ લાગી રહ્યું છે. આ કુબેર ભવનમાં ટુક સમય પહેલાં જ આગનો બનાવ બન્યો હતો ફાયર સેફ્ટીના સાધનો નથી એટલે વડોદરા શહેરના મેયર,કમિશનર,ચેરમેન જાત તપાસ કરે તેવી પરમાર કમલેશ સામાજીક કાર્યકરની માંગ છે.
વડોદરાના કોઠી ચાર રસ્તા નજીક આવેલ કુબેર ભવન ખાતે ગંદકીનું સામ્રાજ્યને લઈને સામાજિક કાર્યકરનો વિરોધ.
Advertisement