વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે પાટોત્સવ અને સપ્તપદીનાત્મક જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જ્ઞાનયજ્ઞમાં જોડાઈ શિબિરના યુવાવર્ગને સંબોધન કર્યું હતું.
કારેલીબાગ ખાતે સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત ‘યુવા શિબિર’માં PM મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. આ દરમિયાન તેમણે કાર્યક્રમમાં હાજર લોકોને વર્ચ્યુઅલ સંબોધન કર્યું. PM મોદીએ કહ્યું કે, ‘વડોદરા અને કાશીએ બંનેએ મને એકસાથે સાંસદ બનાવ્યો’. PM મોદીએ વધુમાં કહ્યું કે, ‘આજે દેશમાં સરકારના કામકાજ કરવાની રીત બદલાઇ છે. સમાજની વિચારધારા પણ બદલાઇ છે અને સૌથી ખુશીની વાત એ છે જનભાગીદારી પણ વધી છે. આજે ભારતમાં વિશ્વની ત્રીજા નંબરની સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ છે કે જેનું નેતૃત્વ યુવાઓ જ કરી રહ્યાં છે’.સંસ્કાર શિબિરનું આયોજન એવા સમયે થયું છે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ તૈયાર પાટીલે જણાવ્યું હતું કે દેશને હજારો વર્ષથી સંસ્કારોથી જોડી રાખવામાં સંતોનું અમૂલ્ય યોગદાન છે. દેશમાં ભવ્ય રામમંદિર મળે તેવી લોક માંગણીને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હતો તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મુખ્ય સંતોને એક કરી વિશ્વાસમાં લઈને અને રામ મંદિરના કાર્યને આગળ વધાર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌનો સાથ સૌનો વિકાસ અને સૌને વિશ્વાસ મંત્રને સાર્થક કરી આગળ વધી રહ્યા છે. આજે આ જ્ઞાનયજ્ઞમાં વર્ષથી હોલી યુવા વર્ગને પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધ્યો હતો તેમજ જ્ઞાનવાપી મસ્જિદ ઉદ્દેશ્ય પાટીલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં દેશ પર અને જુલમ કરત શાસકો હતા તે સમયે જ્યાં મસ્જિદ હોય ત્યાં મંદિર નીકળે છે આ વિષય એક કોર્ટનો વિષય છે તેમ જણાવી પોતાની વાતને પૂરી કરી હતી.
વડોદરાનાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે યુવા શિબિરમાં પી.એમ નરેન્દ્ર મોદી એ વર્ચ્યુઅલ સંબોધન કર્યું.
Advertisement