વડોદરા શહેરમાં રોડના કામોમાં કાળો ડમરની જેમ કાળુ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વાગેશ્વરી સોસાયટી અંબિકા સ્કૂલ મુખ્ય માર્ગ પાસે મસમોટો ભ્રષ્ટાચારનો ભુવો જોવા મળે છે. આ રોડ પરથી હજારોની સંખ્યામાં અવરજવર થતી હોય છે. આ રોડ પર પડેલ ભૂવાને લોકો જોવા ઉમટી રહ્યા છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હોય તેમ લાગી રહ્યું છે.
વડોદરા શહેરમાં અનેક રસ્તાઓ પર ભ્રષ્ટાચારના ભુવા જોવા મળે છે. વડોદરા શહેરમાં પાંચ કોન્ટ્રાક્ટરોને જ કામ આપવામાં આવે છે. આ પાંચ કોન્ટ્રાક્ટર દ્વારા અનેક વિસ્તારોમાં રોડના કામો કરવામાં આવે છે આમાં થર્ડ પાર્ટી ઇન્સપેકશન કરનારને મલાઈ મળતી હોય તેમ લાગી રહ્યું છે. આજરોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કહેવામાં આવ્યું કે વડોદરા શહેરમાં આર.ટી.આઈ અધિનિયમ ૨૦૦૫ મુજબ માહિતી માંગવામાં આવી હતી પરંતુ આજદિન સુધીમાં એક પણ રોડ સારો બનાવવામાં આવ્યો નથી દરેક રોડ રસ્તા પર ભુવા પડેલા જોવા મળે છે. આ તમામ રોડ રસ્તાના કામોમાં લાખોને કરોડો રૂપિયાના બિલ પાસ થઈ જતા હોય છે. વડોદરા શહેરના મેયર, કમિશનર ચેરમેન ખાસ ધ્યાન આપે અને આવા તમામ કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી. સાથે આવનારા દિવસોમાં સામાજિક કાર્યકર દ્વારા પણ આ તમામ કોન્ટ્રાક્ટરોની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ સાથે આગળ પણ રજૂઆત કરવામાં આવશે.
વડોદરાના કારેલીબાગમાં વાઘેશ્વરી સોસાયટીમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર : કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવાની માંગ કરતા સામાજિક કાર્યકર.
Advertisement