વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિકાસના નામે હિન્દુ દેવી-દેવતા તેમજ ભગવાનના મંદિર તોડી પાડવામાં આવી રહ્યા છે જે વડોદરા શહેરના હિન્દુ સમાજને ઔરંગઝેબી શાસનની યાદ અપાવે છે, જેને કારણે વડોદરા તથા દેશના હિન્દુ સમાજમાં રોષની લાગણી ભભૂકી રહી છે.
હાલ તાજેતરમાં જ વડોદરાના જુના પાદરા રોડ વિસ્તારમાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિકાસના નામે મધ્યરાત્રીના સમયે ત્રણ જેટલા મંદિરો તોડી પાડી નિશાચરી કૃત્ય આચરવામાં આવ્યું છે. જેથી હિન્દુ સમાજમાં દુઃખ તથા રોષની લાગણી ઉદભવેલી છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-રાષ્ટ્રીય બજરંગદળ-રાષ્ટ્રીય મહિલા પરિષદ-ઓજસ્વીની દ્વારા માંગણી કરી છે કે વડોદરા મહાનગર પાલિકા દ્વારા જે મંદિરો તોડી પાડવામાં આવ્યા છે સાત દિવસમાં ફરીથી તે જગ્યા પર વિધિવત સ્થાપન કરવામાં આવે. આવનારા સમયમાં ફરી આવું કોઈ રાક્ષસી કૃત્ય આચરવામાં આવશે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સાંખી લેશે નહીં.
વડોદરા : જુના પાદરા રોડ પર કોર્પોરેશને ત્રણ મંદિરો તોડી નાંખતા હિન્દૂ સંગઠનોમાં રોષ.
Advertisement