ગુજરાત સરકાર દ્વારા શ્રમજીવીઓને રોજગારી માટે અનેક યોજનાઓ અનેક લાભ આપવામાં આપવામાં આવી રહ્યાં છે. જેમા રાજ્ય સરકાર દ્વારા શ્રમજીવીઓને રોજગાર માટે સાયકલ આપવામાં આવે છે, જેથી તેઓ રોજગાર મેળવી શકે અને ઘર પરિવારનુ ગુજરાન ચલાવી શકે, જેથી સરાકર દ્વારા પંજાબના ભટીંડા ખાતેથી સાયકલના સ્પેરપાર્ટસ મંગાવી ગરીબ કલ્યાણ મેળામાં શ્રમજીવીઓને સાયકલ આપવામાં આવે છે, જ્યાં આજે પાદરા પોલીસે બાતમીના આધારે ગરબી કલ્યાણ મેળામાં અપાતી સાયકલના સ્પેરપાર્ટસ ભરેલી ટ્રક પાદરાના સાંગમા ગામ પાસેની કેનાલે રોકી તપાસ કરતા, સાયકલના સ્પેર પાર્ટસની આડમાં છુપાયેલો રૂ. 33 લાખનો દારૂ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
વડોદરા નજીક આવેલા પાદરા સ્થિત સાંગમા ગામની કેનાલ પાસે આજે પંજાબ પાર્સીંગની એક ટ્રક જેમા સાયકલના સ્પેર પાર્ટસ ભરેલા છે, તેની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હોવાની બાતમી પાદરા પોલીસના પી.આઇ ડી.એમ. વ્યાસને મળી હતી. જેના આધરે પોલીસે છટકુ ગોઠવી સાંગમા ગામની કેનાલ પાસે પંજાબ પાર્સીંગની ટ્રક આવતા રોકી હતી. જેથી પોલીસે ટ્રકને રોકી અને તાળ પતરી હટાવી તપાસ હાથ ધરી કહતી. જેમાં પોલીસને પહેલા તો માત્ર કેસરી રંગની સાયકલના સ્પેર પાર્ટસજ મળી આવ્યાં હતા. જોકે મોટી સંખ્યામાં સાયકલા સ્પેર પાર્ટસ હટાવીને જોતા એકા એક પોલીસ પણ ચોંકી ઉઠી.
કારણ પંજાબના ભટીંડાથી સાયકલના સ્પેર પાર્ટસ ભરીને આવેલી ટ્રકમાં જૂદી જૂદી વિદેશી બ્રાન્ડની દારૂની પેટીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટ્રક ચાલક અને ક્લિનરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જે અંગે પાદરા પોલીસ સ્ટેશનના પી.આઇ ડી.એમ.વ્યાસ સાથે વાતચિત કરતા તેઓ જણાવ્યુ હતુ કે, બાતમીના આધારે ટ્રક ઝડપી પાડવામા આવી છે. પંજાબથી સસ્તા ભાવે સાયકલના સ્પેર પાર્ટસ મળતા હોય છે, જેથી ગુજરાત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળામાં રોજગાર માટે અપાતી સાયકલના સ્પેર પાર્ટસ હોવાની શંકા છે, ટ્રકના ચાલક પાસેથી મળી આવેલા કાગળીયા અને બિલ્ટી પર પંજાબી ભાષાનુ લખાણ છે જેથી સાઇકલના સ્પેર પાર્ટસ કોણે મંગાવ્યા અને કોન્ટ્રાકટરની તપાસ કરવામાં આવી રહીં છે. ત્યારબાદજ ચોક્કસ ખબર પડશે કે સાયકલના સ્પેર પાર્ટસ ગુજરાત સરકારે મંગાવેલા છે કે કેમ ???