વડોદરાની પોદર સ્કૂલ ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચઢી છે, આરટી અંતર્ગત સિલેક્ટ થયેલી શાળા હોવા છતાં વિદ્યાર્થી તેમજ વાલીને ધક્કા ખવડાવતા પ્રિન્સિપાલ સમક્ષ સામાજિક કાર્યકરે શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે આર્થિક રીતે ગરીબ વર્ગના બાળકોને ઉચ્ચ શિક્ષણ અને સારી શાળાઓમાં શિક્ષણ મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા આરટીઇ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં પૂરું પાડવામાં આવે છે તેમ છતાં કેટલીક શાળાઓમાં આરટીઈ એડમિશન અંતર્ગત ગરીબ વર્ગના બાળકોને એડમિશન આપવામાં આવતું નથી આવો જ એક કિસ્સો વડોદરામાં સ્કૂલનો સામે આવ્યો છે. આરટી અંતર્ગત જે બાળકનું એડમીશન સ્કૂલમાં થઈ ગયું છે તેમને પ્રિન્સીપાલ દ્વારા સતામણી કરવામાં આવે છે, વાલીઓને અવારનવાર ધક્કા ખવડાવવામાં આવે છે, બાળકોને એડમિશન આપવામાં આવતું નથી. વડોદરાની અન્ય ખાનગી શાળાઓમાં આરટીઇ અંતર્ગત મળેલ એડમિશનની કાર્યવાહી કરવામાં આવેલ છે. પરંતુ સ્કૂલના પ્રિન્સિપાલ કે વાઇસ પ્રિન્સિપાલ વિદ્યાર્થી અને વાલીઓ અને અવારનવાર પરેશાનીમાં મૂકે છે. એડમિશનથી વંચિત બાળકોને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ધક્કા ખાવા પડે છે આથી આજે સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં ન આવતા વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારીએ ખાનગી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવા વાલીઓની રજૂઆત સાંભળી અને તેમને યોગ્ય ન્યાય મળે તેવી ખાતરી આપી હતી. સામાજિક કાર્યકર અશફાક મલેકે જણાવ્યું હતું કે પોતાના બાળકનું ભવિષ્ય અંધકારમય ન રહે ખાનગી શાળામાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તેવા હેતુસર ગુજરાત સરકારે આરટીઇના કાયદાની શરૂઆત કરી છે જેમાં સિલેક્ટેડ શાળામાં બાળકનું પ્રાથમિક અભ્યાસ આ યોજના અંતર્ગત સરકાર દ્વારા વિદ્યાર્થીને અભ્યાસનો લાભ પ્રાપ્ત થાય છે પરંતુ અમુક ખાનગી શાળાના સંચાલકો જેમ કે પોદાર સ્કૂલ બાળકોને એડમિશન નથી આપતી સમયગાળો વીતી ગયો છે તેમ છતાં હજુ સુધી એડમિશન પ્રક્રિયા પૂર્ણ નથી થઇ તો તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને આ કાયદા દ્વારા અભ્યાસનો હક મળે તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ માંગ કરી હતી.