Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં શુદ્ધ પાણી પૂરતા પ્રેશરથી મળી રહે તે માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કર્યું નિરીક્ષણ.

Share

ટૂંક સમયમાં વડોદરાવાસીઓને પીવાનું શુદ્ધ પાણી પુરતા પ્રેશરથી મળી રહે તે હેતુસર વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પાણીના સ્ત્રોત તથા તે સંદર્ભે ચાલતી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

ઉનાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને મે મહિના દરમિયાન વડોદરા શહેર સહિત રાજ્યના તમામ જળાશયોના સ્તર નીચે જાય છે. પરિણામે લોકોને પીવાનું પાણી પૂરું પાડવાનો પ્રયત્ન તંત્ર માટે વિકટ બને છે. જો સમયસર વરસાદ ન વરસે તો તાત્કાલિક ધોરણે અન્ય સ્ત્રોત ઉભો કરવાની સાથે પાણી ખરીદવાની પણ નોબત આવે છે. ચાલુ વર્ષે પણ શહેર-જિલ્લાના જળાશયોના સ્તર નીચે ઉતર્યા છે. સાથોસાથ વસતિ અને વિસ્તાર વધવાની સાથે પાણીની જરૂરિયાત પણ વધી છે. એક તરફ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ છે. તો બીજી તરફ તંત્ર દ્વારા પૂરવા અને દક્ષિણ વિસ્તારમાં પાણીનો કકળાટ દૂર કરવા સિંધરોટ ખાતે નવો પાણીનો સ્ત્રોત ઉભો કરવામાં આવ્યો છે. જે જૂન મહિનામાં કાર્યરત થતા પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકોને રાહતની શક્યતા છે. આ પરિસ્થિતિ વચ્ચે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ. હિતેન્દ્રભાઈ પટેલે આજવા, પ્રતાપપુરા મહીસાગર અને ખાનપુર ખાતે નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આજવા સરોવરમાં વધુ પાણીનો સ્ત્રોત કેવી રીતે મેળવી શકાય.પ્રતાપપુરા સરોવરને પાણીના સ્ત્રોત તરીકે વિકસાવવો કે નહીં, આજવાથી નિમેટા સુધીની નવી મુખ્ય પાણીની લાઈનની કામગીરી અને 62 દરવાજા સંદર્ભે નિરીક્ષણ કર્યું છે. ટૂંક સમયમાં વડોદરાવાસીઓને પૂરતા પ્રેશરથી શુદ્ધ પાણી મળી રહે તેવો અમારો પ્રયાસ છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા નાગરિક બેન્કની 11 બેઠકોની ચૂંટણીમાં બન્ને પેનલોના સમર્થકો વચ્ચે છુટા હાથની મારામારી.

ProudOfGujarat

ખેડુત હીતરક્ષક દળ અને પાસ ના ઉપક્રમે ધરણા કાર્યક્ર્મ યોજાયો ….

ProudOfGujarat

જામનગર : કાલાવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ : ડેમ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘુસતાં ઘરો ડૂબ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!