વડોદરામાં પાદરા રોડ પર આવેલ હનુમાનજીની ૬૦ વર્ષ જૂની ડેરી તોડી પાડવામાં આવતા કોંગ્રેસ પક્ષે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો છે. આજે કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર સમક્ષ લેખિત પત્ર પાઠવી મંદિર કે ડેરીની જગ્યાએ અડધી રાત્રે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે તેના બદલામાં સામે જગ્યાની માંગ કરી છે.
પત્રમાં જણાવ્યું છે કે વડોદરાના મેયર અને કમિશનરના ઈશારે રાત્રિના ત્રણ વાગ્યે બુલડોઝર ફેરવી દબાણ હોય તેવું જણાવી હનુમાનજીનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે આથી અનેક શ્રદ્ધાળુઓની લાગણીને ગંભીર ઠેસ પહોંચી છે. આ તકે કોંગ્રેસના આગેવાનો જણાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓને હટાવી પ્રજાને અટકાવવા માટે હિંદુત્વની વાત કરે છે તો આજે અહીં વડોદરાના હેવમોર પાસે આવેલ સીતા અને રામના પરમ ભક્ત હનુમાનજીનું 60 વર્ષ પુરાણુ મંદિર પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યું છે. માત્ર મત મેળવવા માટે હિંદુત્વના દાવા કરતી ભાજપ સરકાર વિચારે કે લોકોની લાગણીને ઠેસ પહોંચે છે. આ મંદિર તોડતા પહેલા પૂજારીને કોઈપણ પ્રકારની નોટીસ પાઠવવામાં આવેલ નથી આથી અહીં બંધારણની ૧૯૫૦ હેઠળ અનુચ્છેદ ૧૫ સ્પષ્ટપણે ભંગ થાય છે. વડોદરાના કમિશનર અને મેયર પબ્લિક પર્પસ કામ કરતા ન હોય તેવા પણ આક્રોશ કોંગ્રેસી કાર્યકરોએ ઠાલવ્યો છે. ધર્મ વિરોધી કૃત્યો ગણાવી આ બાબતને શખ્ત શબ્દોમાં કોંગ્રેસી આગેવાનોએ વખોડી કાઢી છે. આ મંદિરને તોડી પાડવામાં આવ્યું છે તેના બદલે કોંગ્રેસ પક્ષની માંગ છે કે અમોને અન્ય જગ્યાએ મંદિર બનાવવાની પરવાનગી આપવામાં આવે.
વડોદરામાં બે મંદિર તોડી નાંખતા કોંગ્રેસે કલેકટર સમક્ષ આવેદનપત્ર પાઠવ્યું.
Advertisement