વડોદરાના ડેસર તાલુકાના ન્હારા ગામે એક જ કોમના બે જુથ વચ્ચે મારામારી તેમજ પથ્થરમારો થયો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ડેસર તાલુકાના ન્હારા ગામે પ્રેમ પ્રકરણને લઇને એક જ કોમના બે જુથ વચ્ચે મારામારી અને ઘાતક હુમલાઓ થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં પોલીસ કમિશનરે જણાવ્યું છે કે પ્રેમી યુવક દ્વારા યુવતી પર છરી વડે ઘાતક હુમલો કરવામાં આવતા યુવતીના પરિવારજનો દ્વારા પણ યુવકના ઘેર પથ્થરમારો કરાયો હતો. આ પથ્થરમારામાં યુવક અને યુવકના પિતા ઘાયલ થતાં તેઓને તાત્કાલીક અસરથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. યુવતી પણ ઘાયલ થઈ હોય તેને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. યુવક-યુવતીના ઘર તેમજ હોસ્પિટલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે ગ્રીષ્મામાં હત્યાકાંડ બાદ આ પ્રકારના બનાવો સમાજમાંથી ઘટવા જોઈએ પરંતુ આ પ્રકારના બનાવો સમાજમાં વધી રહ્યા છે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે આગામી સમયમાં કામગીરી કરવી જોઈએ.
વડોદરામાં ડેસર તાલુકાના ન્હારા ગામે એક જ કોમના બે ટોળા વચ્ચે પથ્થર મારો, ત્રણ વ્યક્તિ ઘાયલ.
Advertisement