પાલિકાના ભાજપના શાસકોએ લોકો વિરોધના ડરે રાત્રિના અંધારાનો લાભ લઇ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ફ્લાય ઓવર બ્રિજ નીચે આવેલી 2 નાની દેરીઓને તોડી પાડી હતી. પાલિકા દ્વારા આ દેરીઓ બ્રિજમાં નડતરરૂપ હોવાનું કારણ આપીને રાતે મિશનને પાર પાડતાં લોકોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે. જેને લઈ ટીમ રિવોલ્યુશન દ્વારા તાત્કાલિક ઈંટ, સિમેન્ટ, રેતી લાવી મંદિર બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું.
વડોદરા શહેરના ઓ.પી રોડ વિસ્તારમાં આવેલ રોબોટ સર્કલ પાસે પસાર થઈ રહેલા ઓવર બ્રિજને લઈ અનેક વિવાદોના વંટોર ઉભા થયા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓ.પી રોડ રોબર્ટ સર્કલ ખાતે આવેલ 2 મંદિરોના દેરા હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રશાસન દ્વારા હવે પોલીસ ચોકી પણ હટાવવાની હિલચાલ ચાલી રહી છે. મહત્વની બાબત છે કે આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ દ્વારા ભારે વિરોધ દર્શાવામાં આવ્યો હતો સાથે ટીમ રિવોલ્યુશન દ્વારા પણ મંદિર તો આજ જગ્યાએ બનશે તેવી હઠ સાથે અત્યારે હાલમાં ઈંટ, સિમેન્ટ અને રેતી દ્વાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ મંદિર બનાવવા માટે ટીમ રિવોલ્યુશન, હિન્દૂ સંગઠન સાથે યુથ કોંગ્રેસ જોડાયું હતું. ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે ધર્મ પ્રત્યે આસ્થા દુભાઈ છે હજારો હિન્દૂ ભક્તોની લાગણી દુભાઈ છે જેના કારણે અમે સરકારને જવાબ આપવા અહીં આવ્યા છીએ. આ બાબતે મંદિરના પૂજારીને જાણ કરવામાં આવી હોત તો મંદિર સ્થળાંતર થઈ શકતું પણ તાનશાહી લોકોને જવાબ આપવા તાત્કાલિક અમે અહીં જ મંદિર બનાવીશું.
વડોદરા પાલિકા દ્વારા મધરાત્રિ એ ઓપી રોડ પરના બે મંદિર તોડી નાંખતા ટીમ રિવોલ્યુશન દ્વારા મંદિર બનાવાનું કામ શરૂ કરાયું.
Advertisement