Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં ઓપી રોડ પર મંદિર તોડી નાંખતા કોંગ્રેસ પક્ષે રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો.

Share

વડોદરામાં કોર્પોરેશ દ્વારા એપી રોડ પર બે મંદિર તોડી નાંખતા કોંગ્રેસે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કોર્પોરેશનના ઇશારે ઓપી રોડ પરનું મંદિર તોડી પાડવામાં આવતા કોંગ્રેસ પક્ષ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના ઇશારે આ મંદિર તોડી પાડવામાં આવ્યુ છે તેવા આક્ષેપો પણ કોંગ્રેસના આગેવાનોએ કર્યા છે. ગુરુવારે રાત્રે પાલિકાના એએમસીની ટીમે દબાણ શાખાને સાથે રાખી અંધારામાં રોક સ્ટાર સર્કલ પાસે આવેલી ભાથુજી મહારાજની દેરી તથા મલ્હાર પોઇન્ટ પાસે બળિયા દેવની દેરી તોડી પાડી હતી. પાલિકાની ટીમે રાત્રીના અંધારામાં કરેલી કામગીરી અંગે સ્થાનિક લોકોને જાણ થતાં તેઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ આ પહેલા પણ હનુમાન મંદિર તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વિરોધ થતાં કામગીરી મુલતવી રાખી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે ઓડિયો કોન્ફરન્સ યોજાઈ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં અકસ્માતના બે અલગ અલગ બનાવમાં બે ના મોત,1 ઘાયલ

ProudOfGujarat

વિદ્યાવિહાર દ્વારા બધીર વિદ્યાવિહાર નડિયાદ ખાતે રાષ્ટ્રીય પ્રોજેક્ટો શુભારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!