વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ શિવ દર્શન સોસાયટી પાસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વરસાદી ગટર લાઈન બનાવવામાં આવી રહી છે જે બંને સાઈડ ફકત 50 મીટર જેટલું જ કાર્ય કરવામાં આવ્યું છે જેના અનુસંધાને આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા કમિશનર શાલિની અગ્રવાલને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
શિવદર્શન સોસાયટીના પંકજ પટેલ દ્વારા જણાવ્યું છે કે શિવ દર્શન સોસાયટી પાસે મહાનગરપાલિકા દ્વારા વરસાદી ગટરલાઈન બનાવવામાં આવી રહી છે જેના અનુસંધાને એન્જિનિયર પાસે અમોએ માહિતી માંગતા તેઓએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે કોઈ પણ પ્રકારની માહિતી અમો આપી શકીશું નહીં તેમજ બંને સાઇડ માત્ર ૫૦ મીટર જેટલું જ કામ કરવામાં આવ્યું છે ત્યારે આ કામગીરી અઢીસો મીટરની કરવાની છે. શિવદર્શન સોસાયટીના રહેવાસીઓ દ્વારા મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ રજૂઆત કરીએ છીએ કે અમારા વિસ્તારમાં પણ વરસાદી પાણીના નિકાલ માટેની ગટરનું કામ કરવામાં આવે.