Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાના કમાટીબાગની નર્સરીમાં આગ લાગતા ભારે દોડધામ.

Share

વડોદરાના કમાટી બાગમાં આવેલ નર્સરીમાં આજે સવારે આગ લાગી હતી. નર્સરીમાં મોટા પ્રમાણમાં સૂકા લાકડા પડ્યા હોય જેમાં અચાનક જ આગનો બનાવ બનતા તાત્કાલિક ધોરણે કર્મચારીઓએ બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વડોદરામાં મનપાના ડેપ્યુટી કમિશનરના બંગલાની બાજુમાં જ આવેલી આ નર્સરીમાં અચાનક જ આગનો બનાવ બનતા ડેપ્યુટી કમિશનર પણ થોડી ક્ષણો માટે હતપ્રભ બની ગયા હતા પરંતુ ફાયર બ્રિગેડના કાફલાએ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતાં લોકોને હાશકારો થયો હતો.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ભરૂચમાં અરુણોદય વસ્તી એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયાના પાણેથા ગામેથી એલસીબી એ વિદેશી દારુ ઝડપ્યો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં શુકલતીર્થ ગામ ખાતે માછીમાર અને ગામલોકો માટે ખતરો બનનાર મહાકાય મગરને ઝડપી લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!