Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વિશ્વ નર્સિંગ દિન નિમિત્તે સરકારી નર્સિંગ કોલેજ તથા એસ.એસ.જી હોસ્પિટલનો સંયુક્ત સન્માનિત કાર્યક્રમ યોજાયો.

Share

૧૨ મે એ સમગ્ર વિશ્વમાં નર્સિંગ વ્યવસાયના પ્રણેતા એવા ફ્લોરેન્સ નાઈટીંગલના જન્મ દિવસ નિમિત્તે “ઇન્ટરનેશનલ નર્સીસ ડે” તરીકે ઉજવાય છે. ત્યારે આજરોજ ઇન્ટરનેશનલ નર્સીસ ડે નિમિત્તે સરકારી નર્સિંગ કોલેજ વડોદરાના પ્રિન્સિપાલ, અન્ય તમામ ફેકલ્ટી ગણ અને એસ.એસ.જી. હૉસ્પિટલ ખાતે ફરજો બજાવતા નર્સીસ દ્વારા એક સંયુક્ત કાર્યક્ર્મનું આયોજન મેડીકલ કોલેજ ઓડીટોરિયમ ખાતે કરવામાં આવેલ છે.

નર્સિંગ અભ્યાસ ક્રમમાં પ્રવેશ મેળવેલ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો શપથવિધિ સમારોહ યોજાયો સાથે આ કાર્યક્રમ દરમિયાન ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર, જી. દાહોદ ખાતે વીતેલા દિવસોમા એક રાત્રી દરમિયાન ૧૫ સફળ નોર્મલ ડિલિવરી કરાવનાર નર્સ પ્રેક્ટિશનર ઈન મિડવાઇફરી સોનલબેન તેરસીંગ ડામોરનુ વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં વડોદરા શહેરના ભાજપ પ્રમુખ ડૉ વિજયભાઈ શાહ અતિથિ તરીકે ઉપસ્થિત રહી કોરોના વોરિયર નર્સીસ પરીવારને પ્રોત્સાહિત કરાયા. સમગ્ર કાર્યક્રમ દરમીયાન એસ.એસ.જી હૉસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ આર .જી.ઐયર, મેડીકલ કોલેજના ડીન મેડમ તનુજા જાવડેકર અને એસ.એસ.જી હોસ્પિટલના એક્ઝીક્યુટિવ ઓફીસર એન.એસ. હળબે, કોલેજ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ ભારતી સનાડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલ કડીવાલા, ટીએનએઆઈ પ્રેસિડેન્ટ દિપકમલ વ્યાસ, લોકલ પ્રેસિડેન્ટ એસ્ટર માર્ગે અને સેક્રેટરી કમલેશ પરમાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામા અભિવૃદ્ધિ કરી સાથે સમગ્ર કાર્યક્રમનુ આયોજન સરકારી નર્સીગ કોલેજ, વડોદરા અને ટીએનએઆઈ લોકલ યુનિટ દ્વારા કરવામાં આવેલ હતો.

Advertisement

Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન.

ProudOfGujarat

ઉત્તરાયણ પર્વમાં પતંગબાજીના શોખે ૧૬ લોકોનાં ભોગ લીધા ગુજરાતમાં

ProudOfGujarat

રાજપીપળા : જંગલ જમીનની સનદ ધરાવતા દેડીયાપાડાનાં ખેડૂતોને રેવેન્યુમાં સમાવી સરકારી લાભો મળે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!