ગાંધીયુગમાં વાંચનનું ઘેલું લગાડનાર સર્જક રમણલાલ વર્મતલાલ દેશાઇની જન્મ તા.૧૨-૫-૧૮૯૨ ના રોજ વડોદરા જિલ્લાના શિનોર ગામમાં થયો હતો. એમ.એ સુધીનો અભ્યાસ કરી વડોદરા રાજ્યમાં તેમણે નોકરીની શરૂઆત કરી, નિવૃત્ત થયા ત્યાં સુધી તેઓ દેશી રાજ્ય અને તેના કારભાર સાથે સતત સંકળાયેલા રહ્યા. એમની દિવ્યચક્ષુ’ અને ‘ગ્રામલક્ષ્મીની એક ભાગોએ ઘેર ઘેર ચાહના મેળવી, ક્ષિતિજ જયત, પત્રલાલસા, ભારેલો અગ્નિ, કંગ, પાડના પુષ્પો, આંખ અને અંજન જેવી ઉત્કૃષ્ટ નવલકથાઓ આપનાર આ સર્જકને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ભારત્તાંના વેશ્યા વ્યવસાયનો અભ્યાસ કરી અપ્સરા “ ના પાંચ ભા લખ્યા છે. નવલકથા ઉપરાંત નવલિકા, નાટક, આત્મકથા, જીવનચરિત્ર, પ્રવાસ વિવેચન ક્ષેત્રે સાહિત્ય લેખનનું ખેડાણ કર્યું. ગાયકવાડ સરકારે તેમને રાજરત્ન ઇલકાબથી વિભૂષિત કર્યા હતા. ઇ.સ. ૧૯૫૪ માં તેમનો દેહાંત થયો. ઉમાશંકર જોશીએ રમણલાલ વસંતલાલ દેસાઇને “ગુજરાતને સંસ્કાર પોષણ આપનાર સજ્જન અને લોકલાડીલા નવલકથાકાર તરીકે ઓળખાવ્યા હતા.
વડલાશા વિશાળ કુટુંબની જવાબદારી વહેતાં, વડોદરા જેવા મહત્વપુર્ણ ને પ્રગતિશીલ રાજ્યમાં ઉચ્ચકક્ષાની વહીવટી કામગીરી દક્ષતાથી બજાવર્તા, સંગીત-વ્યાયામ-રમતગમત પુરાતત્વ-સામાજિક સેવાકાર્ય એવા અનેકવિધ શોખ સાથે લેખનને પૂરક-પોષણ એવી સંશોધન પ્રવૃત્તિમાં સતત મગ્ન રહેતાં માત્તબર અને મબલખ સાહિત્યના સર્જન દ્વારા ગુજરાતને અડધી સદી સુધી આ સિધ્ધહસ્ત સર્જકે પોતાની સાથે રાખ્યું હતું. રમણલાલ વસંતલાલ દેસાઇનો સાહિત્યસર્જન પાછળ ગુજરાત ઘેલું હતું. એમની નવી નવલકથા ક્યારે બહાર પડે છે તે જોવા જાણવા ગુજરાતનો વિશાળ વાચકવર્ગ ઉત્કંઠિત રહેતો, એમના પાત્રો પરથી સંતાનોના નામ પડાતાં ત્યારે સંસ્કારિતાનો એક માપદંડ રમણલાલ વસંતલાલ દેસાઇનું સાહિત્ય વાંચ્યું છે કે નહીં તે હતો. કેટકેટલા નવોદિત અને પછીથી પ્રતિષ્ઠિત લેખકોના પ્રેરણાસ્ત્રોત હતો, રમણલાલ વસંતલાલ દેસાઇ. એક આખા યુગને એમણે પોતાના સર્જનમાં સમેટ્યો અને બીજા યુગોનાં ચિત્રણ અર્થઘટનમાંયે એને વિવિધ સંદર્ભે સાંકળી લીધો છે. આ યુગમૂર્તિ વાર્તાકાર આજેય હોંશથી વેચાય છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ.
Advertisement