Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા એમ.એસ યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું.

Share

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થી એ ગળાફાંસો ખાઇ લેતા યુનિવર્સિટીમાં ગમગીની છવાઇ ગઇ છે.

વિદ્યાર્થીઓમાં આપઘાતના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે વડોદરામાં અભ્યાસ કરતો અને મુળ બિહારનો વિદ્યાર્થી આનંદ શર્માએ ગળા ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આ વિદ્યાર્થી એમ.એસ.યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટીમાં દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતો હતો. સેમેસ્ટર પૂર્ણ થતા તે ચાર દિવસ અગાઉ પોતાના ઘરે વેકેશન માણવા ગયો હતો ત્યારે અચાનક જ ગઈકાલે સાંજે મનમાં લાગી આવતા આપઘાત કરી લીધો હતો જેના કારણે ફેકલ્ટીમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.

Advertisement

અત્રે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓમાં આપઘાતના બનાવો વધુ પડતા બને છે ત્યારે આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા એમ.એસ.યુનિવર્સિટી વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા યુનિવર્સિટી કેમ્પસમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.


Share

Related posts

રહિશો ઘર ખાલી કરવા તૈયાર નથી, સુરતના માનદરવાજા અને કતારગામમાં જર્જરિત ઇમારત અધિકારીઓ ઉતારવા જતા હોબાળો.

ProudOfGujarat

નર્મદા નાંદોદનાં ધારાસભ્ય પી ડી વસાવા ગરીબોને 500 થી વધુ કિટોનું વિતરણ કર્યું.

ProudOfGujarat

ગાંધીધામમાં પત્રકારો પર લાઠી ચાર્જ કરનારા પોલીસ અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા વિરમગામ પત્રકાર સંઘની માંગણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!