વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામમાં આવેલા જોશી ફળિયામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી પલાયન થઇ જતા ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચોરંદા ગામમાં આવેલા જોશી ફળિયામાં રહેતા પ્રકાશભાઈ નર્મદા શંકર જોશીના મકાનને બહાર દરવાજામાં તાળું મારેલું હતું અને ચાવી બહાર નિદ્રા માણી રહેલા પરિવારજનોએ ઓશિકા નીચે મૂકી હતી.
તસ્કરોએ ઓશિકા નીચેથી ચાવી સેરવી લઈ તાળું ખોલી ઘરમાં પ્રવેશી કબાટ તેમજ બેડમાં રહેલા સોનાના – ચાંદીના દાગીના આશરે ૨૦ થી ૨૨ તોલા તેમજ રોકડા રૂપિયા ૭૦૦૦ ચોરી કરી પલાયન થઇ ગયા હતા. પરિવારજનો જ્યારે સવારે નિદ્રામાંથી ઉઠ્યા ત્યારે ઘરમાં વસ્તુઓ વેરણછેરણ પડેલી જોતા પરિવારજનોના પગ નીચેથી ધરતી સરકી જવા પામી હતી. ચોરી સંદર્ભે મકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
યાકુબ પટેલ, કરજણ
વડોદરા : કરજણ તાલુકાના ચોરંદા ગામમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી પલાયન.
Advertisement