કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ પર આગમન થતાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરાથી તેઓ દાહોદ જવા રવાના થયા હતા. કોંગ્રેસ પક્ષ હર હંમેશ આદિવાસીઓની રક્ષા માટે કાર્ય કરે છે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આજની રાહુલ ગાંધીની દાહોદ ખાતેની મુલાકાતમાં બીટીપી સાથે પણ ગઠબંધન કરવામાં આવશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની દાહોદની મુલાકાત પર અનેક સવાલો કર્યા છે ત્યારે ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું છે કે રાહુલ ગાંધી આદિવાસીઓની હિત અને રક્ષા માટે કાર્ય કરે છે આજથી આદિવાસીઓ માટે સત્યાગ્રહની શરૂઆત થશે. આદિવાસી સમાજના અધિકારો છીનવાઈ ગયા છે આથી તેઓ પોતાના વિસ્તારમાંથી અન્ય સ્થળાંતર કર્યું છે ત્યારે આજથી રાહુલ ગાંધી દ્વારા આદિવાસી સત્યાગ્રહ આંદોલન ચલાવવામાં આવશે. આદિવાસીઓ માટે રાજ્યમાં શિક્ષણ, હોસ્પિટલ સહિતની સવલતો પુરી પાડવામાં આવશે. હાલના સંજોગોમાં હોસ્પિટલનું ખાનગીકરણ અને શિક્ષણનું વેપારીકરણ વધ્યું છે ત્યારે આદિવાસી સમાજને આ બંને સવલતો કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવશે. વધુમાં તેઓ જણાવે છે BTP અને કોંગ્રેસનું ગઠબંધન હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી તેમજ દરેક પક્ષ ચૂંટણી સમયે આવે છે અને ઋતુ પ્રમાણે આવીને નીકળી જાય છે આથી દેશમાં જો આદિવાસી સમાજને પણ સાથે લઈને ચાલે તેવી પાર્ટી હોય તો તે કોંગ્રેસ પક્ષ છે આથી આજની દાહોદની મુલાકાત રાહુલ ગાંધી માટે દેશના આદિવાસીઓના હિત માટેની મુલાકાત છે તેમ જણાય છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું વડોદરાના એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત.
Advertisement