Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણની વૃંદાવન સોસાયટીમાં બે મકાનોમાં તસ્કરો ત્રાટકયા, હજારોની મત્તાની ચોરી કરી ફરાર.

Share

વડોદરા જિલ્લાના કરજણ નગર નવાબજાર વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટી ના ૧૧ અને ૧૪ નંબરના મકાનમાં ગતરાત્રીના તસ્કરોએ મકાનના મકાનના તાળા તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઇ જતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ નગરના નવાબજાર વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં આવેલા મકાન નંબર ૧૧ અને ૧૪ જે મકાન બંધ હતા તેને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ ઉપરોક્ત બન્ને બંધ મકાનોના તાળા તોડી અંદર પ્રવેશી હજારોની સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નગરમાં તસ્કરો સક્રિય થતા પોલિસ પેટ્રોલિંગના ધજાગરા જોવા મળી રહ્યા છે. નગરમાં પોલીસ પોઈન્ટથી માત્ર 200 થી 300 મીટર દૂર એક સાથે બે મકાનોમાં ચોરી થતા પોલિસ પેટ્રોલિંગ પર નગરજનો સવાલો ઉઠાવી રહ્યા છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

હવામાન વિભાગની આગાહી : રાજ્યમાં આગામી સમયમાં ઠંડીનું જોર વધશે.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : સસલાનો શિકાર કરવાનો પ્રયત્ન કરનાર ટોળકી ઝડપાઈ.

ProudOfGujarat

ઝઘડિયાના તલોદરા ગામ પાસેથી કન્ટેનર ભરેલો લાખોની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!