વડોદરાના માંડવી વિસ્તારમાં મોંધવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગેસના બોટલ અને બેનરો લઈ ભાવવધારાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસી નેતાએ જણાવ્યું છે કે દૂધ, શાકભાજી, દાળ, કઠોળ સહિતના ભાવ બમણા થયા છે તો આવા સંજોગોમાં ઘર ખર્ચ કઈ રીતે કરવું તે પણ મોટો પ્રશ્ન બન્યો છે તેમજ શિક્ષણ ફી માં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાંધણગેસના ભાવમાં એકાએક રૂપિયા ૫૦ નો વધારો ઝીંકાયો છે ત્યારે સામાન્ય લોકો કઈ રીતે ઘરનું બજેટ બનાવે તે સમજાતું નથી. છેલ્લા સાત વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર છે ત્યારે તમામ પ્રકારની ચીજવસ્તુઓમાં નોંધપાત્ર ભાવ વધ્યા છે, એક સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગેસ સિલિન્ડરના ભાવ 400 રૂપિયા હતા ત્યારે અન્ય પક્ષો વરોધ કરતા આજે ગેસ સિલિન્ડરના ભાવ એક હજારને પાર ગયા છે તેમ છતાં સરકાર ટચની વાત નથી થતી. કોઈપણ જાતના ટેક્સમાં ઘટાડો કરવામાં નથી આવતો, ગૃહિણીઓના બજેટ સદંતર રીતે ખોવાઈ ગયા છે. શાકભાજી,દૂધ, ગેસ સિલિન્ડર, પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો ઝીંકાતા સામાન્ય પરિસ્થિતિ ધરાવતા મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવતા પોલીસ દ્વારા કોંગ્રેસનાં પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા અમી રાવત સહિતના કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી છે.
વડોદરા : મોંધવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, કાર્યકરો અને પોલીસ વચ્ચે થયુ ઘર્ષણ.
Advertisement