વડોદરામાં મૌકા ફાઉન્ડેશન પસ્તી સે શિક્ષા ડ્રાઈવ અંતર્ગત એક શારીરિ તકલીફ ધરાવતી વિદ્યાર્થિનીનું શાળામાં એડમિશન કરવામાં આવ્યું હતું. પસ્તી સે શિક્ષા ડ્રાઈવ અંતર્ગત ધોરણ સાતમાં અભ્યાસ કરતી નેહા સોનીને શારીરિક તકલીફ હોવાને કારણે કોઈપણ શાળામાં એડમીશન મળતું નહોતું જેને મૌકા ફાઉન્ડેશનના ઉર્વી શાહ દ્વારા લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં એડમિશન અપાવી સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષણિક ખર્ચ પણ તેમનો મૌકા ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે તેમ ટ્રસ્ટના ઉર્વી શાહે જણાવ્યું છે.
અત્રે નોંધનીય છે કે હાલના સંજોગોમાં ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ અત્યંત ઊંચું છે તો બીજી તરફ સરકારી શાળાઓમાં ટાચા સાધનોનો અભાવ હોય છે આથી શારીરિક ચેલેન્જ ધરાવતા વિદ્યાર્થીઓને શાળાકીય એડમિશન મેળવવું અઘરું બનતું હોય છે તેવા સંજોગોમાં મૌકા ફાઉન્ડેશન દ્વારા પસ્તી સે શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીનીનું એડમિશન કરાવવામાં આવ્યું અને વર્ષનો તેમનો શૈક્ષણિક ખર્ચ પણ આ સંસ્થા ઉઠાવશે જેના માટે આ પ્રકારની સંસ્થાઓ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઇ રહી છે.
વડોદરા : મૌકા ફાઉન્ડેશન દ્વારા પસ્તી સે શિક્ષા ડ્રાઈવ અંતર્ગત સરાહનીય કાર્ય કરાયું.
Advertisement