વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પંડ્યા બ્રિજ પાસે આવેલા ૧૨ થી ૧૩ મકાનોનાં ડિમોલિશનની કામગીરી કમિશનરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પંડ્યા બ્રિજ પાસે આવેલ પ્રિયલષ્મી મિલ પાસેની જગ્યાનું સંપાદન કરવામાં આવ્યું હોય અહીંના રહેવાસીઓને પુરતું વળતર પણ ચુકવવામાં આવ્યુ હોય તેમ છતાં આ વિસ્તારના રહેવાસીઓ અન્ય જગ્યાએ જતા નહોતા તેઓને આજે કમિશનરની અધ્યક્ષતામાં અન્ય સ્થળો પર સ્થળાંતર કરી બુલેટ ટ્રેનની કામગીરીને આગળ ધપાવવા માટે ડીમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગળ ત્રણથી ચાર વખત પ્રિયલષ્મી મિલ પાસેના રહેવાસીઓને નોટિસો પણ પાઠવવામાં આવી હતી. આજે કમિશનર અને પોલીસની આગેવાની હેઠળ અહીં ડિમોલિશન કામગીરી હાથ ધરાઇ હતી અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આગળ વધારવામાં આવશે તેમ પ્રોજેક્ટ ઇન્ચાર્જ દેવેન્દ્ર બાંભણિયા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
વડોદરા : બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અડચણરૂપ આવતા પ્રિયલષ્મી મિલનાં મકાનોનું ડિમોલિશન કરાયું.
Advertisement