વડોદરાની એમએસ યુનિવર્સિટી અવારનવાર ચર્ચાના ચોપડે ચડે છે ફરી એક વખત એમ એસ યુનિવર્સિટીનો વિવાદ વકર્યો છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટસ વિભાગમાં મારામારીનો બનાવ બનવા પામ્યો છે. એમ.એસ.યુનિવર્સિટીના ફાઇન આર્ટ વિભાગમાં હિન્દુ સંગઠનો, વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો વચ્ચે મારામારી થયાની વાતે જોર પકડ્યું છે જેમાં બળાત્કારની ઘટનાઓ ન્યૂઝ પેપરમાં આવી હતી તે મેટરનું કટિંગ કરી હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો બનાવવામાં આવતા આ વિવાદ વકર્યો હોવાનું યુનિવર્સિટીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની આર્ટ ગેલેરીમાં હિન્દુ દેવી-દેવતાઓના આ પ્રકારના ફોટાઓ લગાડવામાં આવતા બનાવ મારામારીમાં પલટાયો હતો. હિન્દુ સંગઠનો, વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો વચ્ચે મારામારી થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત મહિલાઓના ન્યૂડ ચિત્રો પણ બનાવ્યા છે, વિવાદ વધતા સમગ્ર આર્ટ એક્ઝિબિશન બંધ કરી દેવાયું છે. ફાઇન આર્ટ વિભાગમાં આ પ્રકારની દેવી-દેવતાઓની મશ્કરી કરતા હિંદુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડતા મામલો બિચકયો હતો અને આ બનાવ મારામારીમાં પલટાયો હતો.
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં હિન્દુ સંગઠન અને પ્રોફેસર વચ્ચે હિન્દુ દેવી દેવતાઓના વિવાદિત ચિત્રો બનાવવા બદલ મામલો ઉગ્ર.
Advertisement