વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજથી યલો ફીવર સામે રક્ષણ મેળવવા માટે આપવામાં આવતી રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જે મુજબ અઠવાડિયે બે દિવસ એટલે કે મંગળવાર અને ગુરુવારે 500 રૂપિયાના દરે બપોરે ત્રણથી સાંજના પાંચ વાગ્યા સુધી પદ્માવતી શોપિંગ સેન્ટર ન્યાય મંદિર ખાતેના આરોગ્ય વિભાગના દવાખાનામાં રસી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ મુકાવી શકશે જે રસીકરણ કેન્દ્ર ને કાર્યાન્વિત કરવાનો કાર્યક્રમ આજે વડોદરાના મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ તેમજ પદાધિકારીઓને અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય વાત છે કે વિશ્વભરમાં દર વર્ષે અંદાજિત બે લાખ કેસ યલો ફિવરના સામે આવે છે તો સાથે નોંધાતા હોવાનો અંદાજ છે ત્યારે યલો ફિવરની કોઇ ચોક્કસ સારવાર નથી પરંતુ રસીકરણ એ સૌથી અસરકારક સાવચેતીનું સાધન હોવાથી તે મેળવ્યા બાદ જ પ્રવાસી આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના વિસ્તારોમાં પ્રવેશી શકે છે તેમ હોવાથી વડોદરા અને મધ્ય ગુજરાતના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ લાભ લઇ શકે તે માટે રસીકરણ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે.
વડોદરામાં યલો ફીવર સામે રક્ષણ મેળવવા રસી આપવાની શરૂઆત કરાઈ.
Advertisement