Proud of Gujarat
FeaturedGujaratINDIA

દિલ્હીના મુખ્યમંત્રીની વિવાદાસ્પદ ટિપ્પણીને લઇ વડોદરાના મહારાષ્ટ્રીયન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત.

Share

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને લઈને કરેલા વિવાદાસ્પદ નિવેદનના મહારાષ્ટ્ર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આજે વડોદરામાં અલગ-અલગ મહારાષ્ટ્રીયન સંગઠનો જેમાં ભારતીય મરાઠા સંઘ, હીરકણી સંગઠન તેમજ શિવસેના દ્વારા સયાજીગંજ ડેરીડેન સર્કલ ખાતે કેજરીવાલના પોસ્ટરનું મોઢું કાળું કરી સુત્રોચ્ચાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે કેજરીવાલે ગુજરાત પ્રવાસ દરમિયાન પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટે ગુજરાતની સાડા છ કરોડની આબાદીમાંથી એક પણ કાબેલ વ્યક્તિ ન મળ્યો કે તેઓને મહારાષ્ટ્રથી પ્રદેશ અધ્યક્ષ લાવવા પડ્યા ? આ પ્રકારના નિવેદનને લઈને સમગ્ર મહારાષ્ટ્ર સમાજમાં નારાજગી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના જંબુસર બાયપાસ નજીકથી ઇનોવા ગાડીની ચોરી : પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નહિ : તંત્ર શેની રાહ જુવે છે..?

ProudOfGujarat

નડિયાદમાં ગુજરાતી સમાજ યુથ વિંગની કાર્ય શિબિર યોજાઇ.

ProudOfGujarat

રાજપીપળા શાકમાર્કેટ બંઘ રહેવાની વાતો વહેતી થતા લોકો ચિંતામાં મુકાયા : વાંચો અહેવાલ શું છે હકીકત???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!