વડોદરાના ઐતિહાસિક ચાર દરવાજા પૈકી લહેરીપૂરા ગેટ નું સમારકામ 75 લાખના ખર્ચે કરાયું હતું ત્યારે બાદ ગેટ ધ્વસ્ત થતા હજી સમારકામ થયું નથી ત્યારે મેયર દ્વારા આર્કિયોલોજી સામે ફોજદારી કાર્યવાહી ની ચીમકી ઉચ્ચારી છે.
દોઢ વર્ષ અગાઉ પાલિકા દ્વારા વડોદરા શહેરના ઐતિહાસિક ચાર દરવાજા પૈકીના લહેરીપૂરા ગેટનું સમારકામ 75 લાખના ખર્ચે આર્કિયોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે પ્રથમ વરસાદમાં જ ગેટની છત ધરાશાયી થઈ ગઈ હતી. જ્યાર બાદ મેયરે ગેટની મુલાકાત લઈ આર્કિયોલોજી વિભાગને જાણ કરી હતી પરંતુ એક વર્ષ છતાં ગેટનું સમારકામ થયું નથી જેને લઈને હવે પાલિકા આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. મેયર કેયુર રોકડીયાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો બિસમાર ગેટને કારણે કોઈ ઇજાગ્રસ્ત થયું તો જવાબદારી પુરાતત્વ વિભાગ ની રહેશે અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે લાખોના ખર્ચ બાદ પણ આર્કિયોલોજી વિભાગ સામે ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી રહી છે પરંતુ કોઈ રાહદારી ભોગ બનશે ત્યારે તેની જવાબદારી કોણ લેશે તે સવાલ છે.