વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લી પરીક્ષા દરમ્યાન ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ યરના વિધાર્થીઓ પર ૫૦૦ થી વધુ કોપી કેસ નો ગુનો નોંધવામાં આવ્યો હતો જેના વિરોધમાં આજે એનએસયુઆઇ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ પર આવી સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લી પરીક્ષા દરમ્યાન ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પર કોપીકેસનો ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને પોતાનો કોઇ પણ પ્રકારના પક્ષની રજૂઆત કર્યા વગર તમામે તમામ વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવી છે તેમના રિઝલ્ટ પણ રોકી દેવામાં આવ્યા છે. આથી આજે એનએસયુઆઇ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પી.આર.ઓ લકુલેશ ત્રિવેદી સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત એનએસયુઆઇ દ્વારા કરાઈ હતી. જેમાં આજે યુનિવર્સિટીના સત્તાધીશો જણાવે છે કે ટૂંક સમયમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે પરંતુ હાલના તબક્કામાં એનએસયુઆઇ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે કોઈ પણ પ્રકારનાં ચેડાં ન થાય તેમજ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી અમારી માંગ છે. આ કોપી કેસમાં દરેક ફેકલ્ટીના વિદ્યાર્થીઓને જોડાયેલા હોય આગામી સમયમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇને યુનિવર્સિટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો યુનિવર્સિટીની ઘેરાવ કરવાની ચીમકી પણ આ તકે એનએસયુઆઇ દ્વારા આપવામાં આવી છે.
વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કોપી કેસ મુદ્દે એનએસયુઆઇએ આપ્યું આવેદન.
Advertisement