વડોદરામાં વિષ્ણુકૃપા સોસાયટીમાં દેહવિક્રયની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ એક મહિલાને ફતેગંજ પોલીસે ઝડપી પાડી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરામાં દેહવિક્રયની પ્રવૃત્તિને નાબુદ કરવા માટે ફતેગંજ પોલીસે સતત પ્રયત્નશીલ હોય ત્યારે ખાનગી રાહે ફતેહગંજ પોલીસ મથકે પીઆઈ કડોદરાને બાતમી મળેલ કે ફતેગંજ બ્રિજ પાસે વિષ્ણુકૃપા સોસાયટીમાં અંગત ફાયદા માટે બહારથી ગ્રાહક બોલાવી નાણાકીય પ્રલોભન આપી યુવતીઓને પણ લલચાવી દેહવિક્રયનું વ્યાપાર ચાલતો હોય જેને રોકવા માટે આ ખાનગી બાતમીના આધારે ફતેગંજ પોલીસે વિષ્ણુકૃપા સોસાયટી બ્રિજ પાસે એક ડમી ગ્રાહક મોકલી આપ્યો હતો. પોલીસે ડમી ગ્રાહક મોકલી સમગ્ર કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો જેમાં પોલીસે ડમી ગ્રાહકને મોકલતા કિરણ નેવીલ લીંબુવાલા નામની 52 વર્ષીય મહિલાએ છોકરીઓને રૂપિયાની લાલચ આપી બહારથી બોલાવી હોય આથી પોલીસ રેડ દરમિયાન પોલીસે કિરણ નામની મહિલાને રંગેહાથે ઝડપી લઇ કૂટણખાનાની જગ્યા પરથી રોકડ રૂ. 2500, મોબાઈલ 4, પ્રવૃત્તિઓનો સામાન મળી કુલ રૂપિયા ૧૮ હજારના મુદ્દામાલ સાથે આરોપી કિરણને લીંબુવાલાની ધરપકડ કરેલ છે.