શનિવારે વડોદરા શહેરના મોબાઈલ હબ તરીકે ઓળખાતા વ્રજસિદ્ધિ ટાવરમાં આવેલી અને વિવો કંપનીના ડુપ્લીકેટ સ્પેરપાર્ટ વેચનારાઓ પર જયપુરથી આવેલી વિવો કંપનીના માણસોએ રેડ કરી લાખોની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા મોબાઈલ માર્કેટમાં આજે vivo કંપનીના અધિકારીઓ એ નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી વ્રજસિદ્ધિ ટાવર ખાતે પહોંચ્યા હતા. જ્યાં 3 થી 4 દુકાનોમાંથી ડુપ્લિકેટ એસેસરીઝ અને ફોનનો જથ્થો ઝડપી પાડી નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે કંપનીના અધિકારીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે ત્યારબાદ આરોપીઓ અને ડુપ્લિકેટ એસેસરીઝ અને ફોનનો કુલ કેટલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તેની વિગતો પ્રાપ્ત થશે તેમ જાણવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી ભારત ભરમાં ચાઈનીઝ વસ્તુઓ તથા ડુબલીકેટ ઈલેક્ટ્રીક સામાન અને મોબાઇલની એસેસરીઝની માંગ વધી છે ત્યારે શનિવારે રાજસ્થાનના જયપુર ખાતેથી આવેલા vivo કંપનીના અધિકારીઓએ વડોદરા શહેરની સૌથી મોટું માર્કેટ ગણાતા વ્રજશિધ્ધી ટાવરમાં અલગ-અલગ દુકાનોમાં vivo કંપનીના નામે ડુબલીકેટ એસેસરીઝ વેચાણ કરતા વેપારીઓને ત્યાં રેડ કરી લાખોની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો હતો જ્યારે કેટલાક વેપરિયો રેડથી બચવા દુકાનો બંધ કરીને ભાગી છૂટયા હતા રેડ કરનાર કંપનીના માણસોએ નવાપુરા પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી નવાપુરા પોલીસના હવાલે કરી હતી.
વડોદરાના વ્રજસિદ્ધિ ટાવરમાં વિવો કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતાં વેપારીઓનો લાખોનો મુદ્દામાલ સીઝ કર્યો.
Advertisement