વડોદરા જિલ્લા ખાતે આવેલ પાલતુ પશુઓ (શ્વાન, બિલાડી વિગેરે), રખડતા પશુઓ અને લાઇવ સ્ટોક પશુઓ (ગાય, ભેંસ, બકરી, ઘેંટા, વિગેરે) ને પશુ આરોગ્ય મેળા અંતર્ગત નિ:શુલ્ક સારવાર અને રસીકરણનો કેમ્પ યોજવામાં આવ્યો છે જે અંતર્ગત હડકવા રોગ વિરોધી રસીકરણ, કૃમિનાશક દવા, મેડીસીન કેસની વિના મુલ્યે સારવાર ભુતડીઝાંપા ખાતે આવેલ પશુ દવાખાના આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લામાં ગત વર્ષે ૧,૦૫,૬૫૦ પશુઓની સારવાર અને ૮૦,૯૧૫ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ૨૦૮ પશુ આરોગ્ય મેળામાં ૪૧,૬૮૩ પશુઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. વિશ્વ વેટરનરી દિવસનો મુખ્ય હેતુ પશુ સ્વાસ્થ્ય વિશે જાગૃતતા ફેલાવવાનો અને પ્રાણી ક્રુરતા નિવારણ માટે યોગ્ય પગલા લેવાનો છે. વિશ્વ વેટરનરી દિવસ જવાબદારી પૂર્વક પાલતુ પશુઓને ઉછેરવા અને પાલતુ પશુ પ્રત્યે સંવેદનશીલતા દાખવવાનો પણ સંદેશ આપે છે.
વિશ્વ વેટરનરી દિવસે વડોદરા જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા પશુ આરોગ્ય કેમ્પ યોજાયો.
Advertisement