વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ વિદ્યાલયના આજે 73 માં સ્થાપના દિને ઓરિએન્ટલ ઇન્સ્ટિટયુટ કિર્તિસ્તંભ રાજમહેલ રોડ ખાતે હસ્તપ્રતોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
હસ્તપ્રતોના આ પ્રદર્શનમાં જૈન સાહિત્ય ભગવદ ગીતા તાંબા કે તામ્રપત્રમાં લખાયેલી હસ્તપ્રતો અહીં મુકાય છે તેમજ શારદા તામિલ તેલુગુ જેવી ભારતની વિવિધ ભાષાઓમાં લખાયેલી રેશમી કાપડ કોટન કાપડની હસ્તપ્રતો પણ આજે આ પ્રદર્શનમાં મુકવામાં આવેલ છે.
રામાયણ અને મહાભારતમાંમાં આવેલ વિટા પણ આ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. ઉપરાંત રાધાકૃષ્ણ ગોપી કાન નિશા ચિત્ર હસ્તપ્રતો વર્ષો પુરાણી છે તે પણ અહીં આજે વડોદરામાં વિશ્વ વિદ્યાલયના સ્થાપના દિન નિમિત્તે મુકવામાં આવેલ છે.
Advertisement