Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાના કરજણ ખાતે નગરપાલિકાના લઘુમતિ કોર્પોરેટર દ્વારા ઈફ્તાર પાર્ટી યોજાઈ.

Share

મુસ્લિમ સંપ્રદાયનો અતિ મહત્વ ધરાવતો પવિત્ર રમઝાન માસ હાલ અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યો છે ત્યારે ઇફ્તાર પાર્ટીઓના આયોજન થઈ રહ્યા છે. વડોદરાના કરજણ જુનાબજાર ખાતે વોર્ડના કોર્પોરેટર મહંમદ ભાઈ સંધિ દ્વારા ૨૭ મા રોઝા ઇફ્તાર પાર્ટી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં હિંદુ મુસ્લિમ સમાજના લોકોએ ઇફ્તાર પાર્ટીમાં ભાગ લઈ કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. મોડી સાંજે આયોજિત ઇફ્તાર પાર્ટીમાં કરજણ નગર પાલિકા અધ્યક્ષા મીના બેન ચાવડા, જીતુ ચાવડા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશોક પટેલ તેમજ કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોમી એકતાના સુંદર વાતાવરણ વચ્ચે રોઝા ઇફ્તાર પાર્ટી યોજાઈ હતી. ઇફ્તાર પાર્ટી બાદ વડોદરા જિલ્લા પ્રમુખ અશોક પટેલ દ્વારા મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં ૨૭ મા રોઝા નું એક અનેરું મહત્વ હોય મહંમદ ભાઈ સંધી દ્વારા રોઝા ઇફ્તાર પાર્ટીનું સુંદર આયોજન કરી આજે રોઝા ઇફ્તાર કરાવ્યા છે જે પ્રશંસનીય કાર્ય છે. અશોક પટેલે આ પ્રસંગે ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે એ માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

બેરોજગાર ગરીબોની વ્હારે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ (યુ.કે)ના આબીદભાઈ પટેલ તેમજ હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ વડોદરાના સહયોગથી મુસ્લિમ સોસાયટી નજીક હાથલારી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

ProudOfGujarat

સાંસદ મનસુખ વસાવાની પુત્રી એ પિતાને ખોટી રીતે બદનામ કરનારાને આડેહાથે લીધા.

ProudOfGujarat

ઉડતા ભરૂચ : નેત્રંગ નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ, ગણતરીનાં કલાકોમાં બે દરોડામાં 50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે, બુટલેગરોમાં ફફડાટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!