વડોદરા મહાનગર પાલિકા દ્વારા હેરિટેજ બિલ્ડીંગની સાફ સફાઇ અભિયાનની એક નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરામાં કુબેર ભવન પાસે આવેલ જયસિંહ રાવ લાઇબ્રેરી જે 1882 ની સાલમાં ગાયકવાડના સમયમાં શરૂ કરવામાં આવી હતી જે પ્રથમ લાઇબ્રેરી કહેવાય છે તેની આજે હેરિટેજ ટ્રસ્ટ વડોદરાના નાગરિક કેયુર રોકડિયા, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ તકે કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે દર શનિવારે વડોદરામાં હેરિટેજ ગણાતી બિલ્ડીંગોની સાફ-સફાઇ કરવામાં આવશે જેમાં કોર્પોરેશનના સોલિડ વેસ્ટ સફાઈ વિવિધ ખાતાકીય કર્મચારીઓને સાથે રાખવામાં આવશે અને વિવિધ જગ્યાઓ પર હેરિટેજ ગણાતી બિલ્ડીંગોની આસપાસ ગંદકી ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવશે. આ તકે મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે હેરિટેજ ગણાતી બિલ્ડિંગોનું સાફ સફાઈ અભિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
આજે જયસિંહ રાવ લાઇબ્રેરીની આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરાઇ છે. આવનાર સમયમાં વડોદરાની આ પ્રકારની તમામ બિલ્ડિંગોમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં આ લાઈબ્રેરીને પ્રદર્શન માટે પણ ખુલ્લી મુકવામાં આવશે. અત્રે નોંધનીય છે કે અનેક વિસ્તારોમાં વડોદરા કોર્પોરેશન દ્વારા સાફ-સફાઈ કે પ્રાથમિક સુવિધાઓના મુદ્દે જનતા દ્વારા અવારનવાર ફરિયાદો અને પ્રશ્નો રજૂ કરવામાં આવતા હોય છે આજે હેરિટેજ બિલ્ડીંગોની સાફ સફાઈ અભિયાન હાથ ધરી મેયર અને કમિશનર દ્વારા સ્વચ્છતા શહેર માટે જરૂરી છે તેમ જણાવ્યું છે તો અન્ય વિસ્તારોમાં પણ આ રીતે જ સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે!
વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ બિલ્ડીંગોની સફાઈ કરવાની ઝુંબેશ હાથ ધરાઇ.
Advertisement