Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં વારસિયા પોલીસે ખૂનના ગુનાના ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા.

Share

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ભંગાર વીણવા બાબતે બે મિત્રો વચ્ચે થયેલી તકરારમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજતાં વારસિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા પોલીસ કમિશ્નર શમશેર સિંઘની સૂચના અનુસાર વડોદરામાં ગઇકાલે ભંગારના પૈસાની લેવડ-દેવડ બાબતે ઝઘડો થયેલ હોય તેની અદાવત રાખી ખૂની ખેલ ખેલવામાં આવ્યો હોય જેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાયેલ હોય આ ફરિયાદના આધારે આરોપીની પૂછતાછ કરતાં મરણજનાર મનોજ મોતીલાલ ચૌહાણને મુકેશ કનુ વસાવા દ્વારા અન્ય ત્રણ શખ્શો ગણેશ ઉર્ફે ભૂરીયો બચુભાઈ પટેલ, પંકજ પન્નાલાલ બારિયા, મનોજ પન્નાલાલ બારિયા દ્વારા ઈરાદાપૂર્વક મનોજ મોતીલાલ ચૌહાણને જૂના આર.ટી.ઓ પાછળ વારસિયા ખાતે એક સંપ થઈ માથાના ભાગે ઈંટ મારી દોરી વડે ગળે ટુપો દઈ મનોજ ચૌહાણનું મોત નિપજાવેલ હોય જેના ચારેય આરોપીઓને વારસિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથધરેલ છે.

Advertisement

Share

Related posts

નર્મદામાં આરોગ્ય કર્મચારીઓની હડતાળથી વેક્સિનેશનની કામગીરી ખોરવાઈ.

ProudOfGujarat

અમદાવાદમાં પર્યાવરણને નુકસાન પહોંચાડાતા 41 બાંધકામ સાઈટ સીલ કરાઇ.

ProudOfGujarat

વડોદરા : સાવલી ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીની સુરત જેલમાંથી ધરપકડ, ATS ની પૂછપરછમાં થઇ શકે છે ચોંકાવનારા ખુલાસા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!