Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના વારસિયા વિસ્તારમાં ભંગાર વીણવા બાબતે બે મિત્રો વચ્ચેની તકરારમાં એકનું ઘટના સ્થળે જ મોત.

Share

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ભંગાર વીણવા બાબતે બે મિત્રો વચ્ચે થયેલી તકરારમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજતાં વારસિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. મૃતકના માથાના ભાગે ઘા તથા ગળાના ભાગે ટુંપો દીધો હોવાના નિશાન મળી આવ્યા છે.

શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ ભૂંડવાસમાં રહેતા મનોજભાઈ મોતીલાલ ચૌહાણ હાથીખાના અનાજ બજારમાં મજૂરી કામ બંધ કરી ભંગાર વીણી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ભંગાર વીણવા તેઓનો મિત્ર મુકેશ કનુભાઈ વસાવા ( રહે – આર.ટી.ઓ. પાછળ વારસિયા) પણ સાથે જતો હતો. ગઇકાલે સાંજના સુમારે મનોજભાઈની પત્ની સુશીલાબહેનને જાણવા મળ્યું હતું કે, વારસિયા વિસ્તારના સત્યમ એપાર્ટમેન્ટ પાસે તેમના પતિની હત્યા થઈ છે. જેથી તેઓ સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં મનોજભાઈના માથાના ભાગે ઈજા થઈ હોય લોહી વહી રહ્યું હતું અને ગળાના ભાગે ટૂંપો આપ્યા હોવાના નિશાન હતા. મૃતકની પત્નીએ શંકા વ્યક્ત કરી હતી કે, તેમના પતિ અને મુકેશભાઈ વચ્ચે ભંગાર વીણવા બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. જેની અદાવત રાખી મુકેશે તિક્ષ્ણ હથિયાર ઢીમ ઢાળી દીધું હોવાની શક્યતા છે. ઉપરોક્ત ફરિયાદના આધારે વારસિયા પોલીસે મુકેશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : વઢવાણ પુલ પર હિટ એન્ડ રનની ઘટનામા એક્ટિવા ચાલકનુ મોત.

ProudOfGujarat

ગર્વની વાત : ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પાસે આવેલી એ.બી.એન.એન ફ્રેસ એક્ષપોટ દ્રારા ગુજરાતમાંથી સૌ પ્રથમ એક ટન ડ્રેગન ફૂટ યુ.કે મોકલાયા…

ProudOfGujarat

ભરૂચ : ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સ્પેકટરને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા ભરૂચ નગરપાલિકાનાં વિપક્ષની માંગ જાણો કેમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!