વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં દિન પ્રતિદિન વિવાદમાં આવતી હોય છે, વિવાદ બે જ વાતે હોય છે એક પરિણામ અને બીજું યુનિવર્સિટી વિઝીલિયન્સ, થોડા દિવસ અગાઉ પણ વિદ્યાર્થીઓનું ઘર્ષણ વિજિલન્સ સાથે થયું હતું, થોડા મહિના અગાઉ વર્ષો જુના કામ કરતા ચોથા વર્ગના કર્મચારીને નોકરી પરથી કાઢી મુક્યા હતા ત્યારે આજે પણ જે આવેદન આપવામાં આવ્યું છે તે પણ વિજિલન્સમાં નિવૃત પોલિસ કર્મચારીઓની ભરતી કરીને વિજિલન્સના નામે જે રીતે મસમોટો નકામો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, આજે યુનિવર્સિટીના બે સેનેટ મેમ્બર કપિલ જોશી અને નિકુલ પટેલ આવેદનપત્ર આપવા હેડ ઓફિસ પહોંચ્યા હતા યુનિવર્સિટીના રુલ્સ પ્રમાણે 60 વર્ષે તમામ કર્મચારી હોય કે પ્રોફેસર તેમને નિવૃત્ત જાહેર કરી દેવામાં આવે છે ત્યારે એમ.એસ યુનિવર્સિટીમાં વિજિલન્સ ઓફિસર પી પી કાનાની સાહેબ જ 72 વર્ષની ઉંમર ધરાવે છે, અને સાથે જ બીજા 9 નિવૃત્ત વિજિલન્સ ઓફિસર યુનિવર્સિટીમાં જોબ ધરાવે છે, મહત્વની વાત એ છે કે મોટાભાગના 9 કર્મચારી પોલીસ વિભાગમાંથી નિવૃત થઈને એમ.એસ યુનિવર્સિટીમાં વિજિલન્સ ના કર્મચારી તરીકે ફરજ બજાવે છે, સેનેટ મેમ્બર કપિલ જોશી અને નિકુલ પટેલ રજુઆત એક જ છે કે જરૂરિયાત વ્યક્તિઓને જોબ મળે ના કે પહેલેથી જ નિવૃત્ત થયેલા લોકોને જ યુનિવર્સિટીમાં નોકરી આપવી.
મહત્વની વાત એ છે કે જેટલા નિવૃત થયેલા ઓફિસર છે તેમનો પગાર યુનિવર્સિટીના પ્રોફેસર કરતા પણ વધુ છે, વિજિલન્સ ઓફિસર તરીકે નિવૃત પોલીસ અધિકારી પી પી કાનાની નો પગાર 53,000 છે સાથે સ્પેશિયલ સિક્યુરિટી ઓફિસર પીયૂસ પાઠકનો પગાર 29000 છે ત્યારે ઘણા સવાલો આમના પગાર ધોરણ પર ઉભા થાય છે. આજે સેનેટ મેમ્બર આવેદનપત્ર આપવા આવ્યા તેમાં પણ સેનેટ મેમ્બર અને વિજિલન્સ ઓફિસરની તું તું મેં મેં ના દ્રષ્યો સર્જાયા હતા, સેનેટ મેમેબરોને પણ વાઇસ ચાન્સેલરને મળવા માટે 1 કલાક વેઇટિંગમાં બેસાડ્યા હતા, અંતે વાઇસ ચાન્સેલર ડૉ વિજયકુમાર શ્રીવાસ્તવ તેમની ઓફિસમાંથી પાછલાં બારણેથી ભાગી ગયા હતા અને સેનેટ મેમ્બરોને તેમની ઓફીસ પર આવેદનપત્ર ચોંટાડીને વિરોધ કર્યો હતો.
જ્યારે બે દિવસ અગાઉ 9 માંથી 6 વિજિલન્સ ઓફિસરનો કોન્ટ્રાક્ટ રદ થતા, વિજિલન્સ ઓફિસર પી પી કાનાનીની ચતુરાઈથી 3 ઓફિસરને GSS સિક્યુરિટીમાં અને 3 ઓફિસરને પ્રભુ સિક્યુરિટી સર્વિસમાં લગાવી દીધા હતા. આ મુદ્દે પણ કપિલ જોશીએ આગામી દિવસમાં ઉગ્ર વિરોધ કરવામાં આવનાર છે.