Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણ નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

Share

કરજણ નગરપાલિકા દ્વારા કરજણ તાલુકાની જનતા સુંધી સરકારી લાભ મળે તે હેતુથી કરજણ નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત સેવાસેતુ કાર્યક્રમની શુભ શરૂઆત કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરી હતી.

સેવાસેતુનો લાભ લેવા કરજણ નગર તથા આસપાસના ગામડાઓની મોટી સંખ્યા જોવા મળી હતી. કાર્યક્રમમાં કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, કરજણ નગરપાલિકાના ઉપ પ્રમુખ જયેશભાઇ પટેલ, નગરપાલિકાના ચિફ ઓફિસર જયકિશન તડવી, તથા નગરપાલિકા વોર્ડ નંબર એકના કોર્પોરેટર પ્રકાશ ભાઈ રોહિત, તેમજ સેનેટરીંગ ઇન્સ્પેક્ટર ઇન્દ્રજીતભાઈ સિંધા વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. સેવાસેતુ કાર્યક્રમમાં ગરીબ જનતાને સગવડતા અને સરળતા પૂર્વક કામ જેવા કે જન્મ મરણના દાખલા, આવકના દાખલા, મેરેજ સર્ટિફિકેટ, આયુષ્યમાન કાર્ડ જેવા લાભો મળી રહે તે હેતુથી નગરપાલિકા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-જીઆઇડીસીમાં આવેલ ખાનગી કંપનીમાં બ્લાસ્ટ ચાર કામદારો ઘાયલ …

ProudOfGujarat

ભરૂચનાં નર્મદામૈયા બ્રિજ પરથી વિદેશી શરાબ ભરી વહન થતી સ્વીફ્ટ કાર ઝડપી પાડતી પોલીસ : લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો.

ProudOfGujarat

માંગરોળના માંડણમાં શિકારની શોધમાં નીકળેલો દીપડો કૂવામાં ખાબક્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!