સોખડા સ્વામિનારાયણ મંદિરમાં એકાએક ગુણાતીત સ્વામીનું મોત નિપજતા ભક્તોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
સોખડા સ્વામિનારાયણ મંદિરમાં તાજેતરમાં બે સંતો વચ્ચેનો વિવાદ વકર્યો હતો ત્યારબાદ ગઈકાલે રાત્રે એકાએક ગુણાતીત સ્વામીનું મોત નિપજતા કયા કારણોસર આ સંતનું મોત થયું છે તે સહિતની બાબતો તપાસનો વિષય બન્યો છે. સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગઈકાલે રાત્રે ગુણાતીત સ્વામીનું ધામ ગમન થતાં ભકતોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે તો બીજી તરફ ગુણાતીત સ્વામીનું એકાએક મોત થયું તેની પાછળનું રહસ્ય અકબંધ રહ્યું છે જે મામલે ભક્તોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. સ્વામીના ધામ ગમન બાદ આજે તેમની અંતિમ ક્રિયા ચાલી રહી છે, એક તરફ મંદિરના અંગત સૂત્રો કહી રહ્યા છે કે મોડી રાત્રે ગુણાતીત સ્વામીને હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેમનું મોત થયું છે પરંતુ બીજી તરફ બહોળા પ્રમાણમાં ભક્તજનો મંદિરના વિવાદ મામલે કંઇ અલગ જ વાત હોય તે તરફ ઈશારો કરતા હોય અને આખરે ગુણાતીત સ્વામીના મોત પાછળ કયા કારણો જવાબદાર છે તે સહિતના મામલે ભક્તોએ તપાસની માંગ કરી છે.
સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુણાતીત સ્વામીનું મોત થતાં ભકતોમાં અનેક તર્ક-વિતર્ક.
Advertisement