વડોદરા કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી હેઠળ તળાવોનું બ્યુટીફિકેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ. હિતેન્દ્રભાઈ પટેલએ મોટીબાપોદ તળાવની સ્થળ વિઝીટ કરી નિરીક્ષણ સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. અને વહેલી તકે તળાવના નવીનીકરણની કામગીરી હાથ ધરાશે તેવું જણાવ્યું હતું.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ. હિતેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ મારા નિરીક્ષણ હેઠળ હરણી, સમા, ગોત્રી અને કમલા નગર તળાવનું બ્યુટીફિકેશન હાથ ધરાયું હતું. જેનો લાભ લોકોને મળી રહ્યો છે. આજે મારા વોર્ડ વિસ્તારમાં મોટીબાપોદ તળાવની મુલાકાત લીધી છે. તળાવમાં વનસ્પતિ ઉગી નીકળવાની સાથે આસપાસ ગંદકી અને ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેથી હાલના તબક્કે સફાઈ હાથ ધરવામાં આવી છે. ચાલુ વર્ષના બજેટમાં આ તળાવના બ્યુટીફિકેશનનું કામ હાથ ઉપર લીધું છે. જેની ડિઝાઇન પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. ટૂંક જ સમયમાં ખાતમુહૂર્ત બાદ તળાવની બ્યુટીફીકેશન પ્રક્રિયા હાથ ધરાશે. જેનો સીધો લાભ મોટીબાપોદ ગામ અને આસપાસની 60 સોસાયટીના લોકોને મળશે.
વધુમાં જણાવ્યું હતું કે, લોકોના સૂચન અને માગણીને ધ્યાનમાં રાખી વહેલી તકે આ સુવિધા વડોદરા કોર્પોરેશન પૂરું પાડે તેવા પ્રયાસો કરવામાં આવશે.
વડોદરાનાં સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન એ મોટીબાપોદ તળાવનું નિરીક્ષણ કરી સફાઈ અભિયાન હાથ ધર્યું.
Advertisement