સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2018 અંતર્ગત વડોદરામાં પ્રથમ વખત રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિવિધ રાજ્યોના 900 જેટલા સ્વિમરે ભાગ લીધો હતો. વડોદરાના સ્વિમરે 35 મેડલ પ્રાપ્ત કર્યા હતા.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે તા.11 થી 14 ઓક્ટોબર દરમિયાન વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પ્રથમ વખત રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વિમિંગ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી વિવિધ જિલ્લાના 900 થી વધુ ખેલાડીઓએ અંડર -14, અંડર-17 અને અંડર -19 ભાઈઓ- બહેનોની કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં વડોદરા જિલ્લાના 12 બોયસ અને 23 ગર્લ્સ સ્વિમરે મળીને 35 મેડલ પ્રાપ્ત કર્યા હતા. બ્રાઇટ ડે સ્કૂલમાં અભ્યાસ કરતી અનસૂયાએ 2 રજત અને 3 કાંસ્ય મેડલ મળી 5 મેડલ પ્રાપ્ત કર્યા હતા. સ્વિમિંગ અને બેડમિન્ટન સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મેડલ અને સિર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં હતાં.“આ અગાઉના વરસે પણ વડોદરાની સ્વીમીંગ ટીમોએ શાનદાર દેખાવ કર્યો હતો…સૌજન્ય