ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડને કોંગ્રેસ દ્વારા ગેરબંધારણીય ગણાવી રાજ્યમાં આસામ પોલીસ અને વર્તમાન સરકાર સામે ઠેરઠેર વિરોધ પ્રદશનો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
ભાજપ સરકાર દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ધરખમ ભાવ વધારો ઝીંકાયો છે. પેટ્રોલ, ડીઝલ, દૂધ, શાકભાજી તેમજ કરિયાણું તમામ વસ્તુઓ મોંઘીદાટ થઈ ગઈ છે. રાજ્ય સરકાર પ્રજાવિરોધી નીતિ અને સરમુખત્યારશાહી ધરાવે છે ત્યારે સરકારી નોકરીઓમાં વારંવાર પેપર લીક ગેરરીતિ સહિતની બાબતોનો વિરોધ કરી જીગ્નેશ મેવાણીની વાહિયાત કારણોસર ધરપકડ કરવામાં આવેલ છે, વડોદરા કોંગ્રેસ જીગ્નેશ મેવાણીને ટેકો જાહેર કરી તેના વિરોધમાં કલેકટર કચેરી સમક્ષ મૌન ધરણા યોજ્યા હતા. આ ધરણાનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ વિરુદ્ધની નીતિઓ સામે આંદોલન કરવાનો તેમજ બંધારણ બચાવવાના પ્રયત્ન દ્વારા હાથ ધરાયો છે. ધારાસભ્ય જીજ્ઞેશમેવાણીની તદ્દન વાહિયાત કારણોસર ધરપકડ કરીને ભાજપ સરકારે બ્રિટિશ રાજ્યની યાદ તાજી કરી છે.
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જીગ્નેશ મેવાણી ધરપકડના વિરોધમાં ધરણા પ્રદર્શન કર્યું.
Advertisement