રાજ્યમાં આજે રાજ્યભરમાં બિન સચિવાલય સંવર્ગ 3 ક્લાર્ક, સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાઈ હતી. ત્યારે તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ કરવામાં આવી હતી. રાજ્યના 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર યોજાનાર પરીક્ષામાં 10 લાખ 45 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. જેને લઈને તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી થી સજજ કરી દેવાયા હતા. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી હતી.
સચિવાલયના વિવિધ વહીવટી વિભાગો હેઠળના ખાતાના વડાઓની કચેરી,બોર્ડ નિગમ અને સચિવાલય હસ્તકની “ બિન સચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસીસ્ટન્ટ” વર્ગ -૩ સંવર્ગની સીધી ભરતી માટેની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આજે યોજાઈ હતી. વડોદરા શહેરમાં 105 કેન્દ્રોના કુલ 1079 બ્લોક માં પરીક્ષા યોજાઈ હતી. આજની પરીક્ષામાં વડોદરા કેન્દ્રમાં કુલ 32,360 ઉમેદારોની વ્યવસ્થા વહીવટીવતંત્ર દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટર સુધી ઝેરોક્ષની દુકાનો બંધ રાખવામાં આવી છે. સાથે જ સરકાર દ્વારા પેપર ટ્રેકિંગનો ઉપયીગ કરવામાં આવ્યો છે.
વડોદરાનાં 105 કેન્દ્રોમાં બિન સચિવાલય સંવર્ગ 3 ક્લાર્ક, સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાઈ.
Advertisement