Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના નિઝામપુરામાં ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

Share

વડોદરામાં નિઝામપુરા એસ.ટી ડેપો પાછળ આવેલ અરવિંદ સોસાયટીમાં રહેતા બે શખ્સને માદક પદાર્થો મેફેડ્રોનના જથ્થા સાથે એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયા છે. તેમજ ફરાર આરોપીને શોધી કાઢવા પોલીસે તાપસ હાથધરી છે.

વડોદરા શહેર SOG પોલીસ ટીમના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે હિમાંશુ પ્રજાપતિએ નામનો શખ્સ વડોદરાના અરવિંદ સોસાયટી ન્યુ સમા રોડ ઉપર ડ્રગ્સનું વેચાણ કરે છે. આ ચોકકસ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટિમ દ્વારા રેડ પાડવામાં આવતા આરોપી (1) હિમાંશુ વિજય પ્રજાપતિ (2) વિરલ ઉર્ફે બિલ્લો નાગર પ્રજાપતિ ગેરકાયદેસર ડ્રગ્સનું વેચાણ કરતાં હોય કોઈ પણ પાસ પરમીટની પરવાનગી વિના માદક દ્રવ્યો, ડ્રગ્સ આપતા હોય આથી પોલીસે દરોડા દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ કુલ વજન 72.27 કિં.રૂ.7,22,700 તેમજ વેચાણના રૂ.9580 સહિત કુલ રૂ. 7,49,280 ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને ઝડપી લીધા છે તથા અન્ય એક મહંમદ યુસુફ મકરાણી નામના ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામેથી રૃપિયા ૧,૩૭,૨૦૦ નો વિદેશી દારૂ વેડચ પોલીસે ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

નેત્રંગમાં બંધ પડેલ રેલ્વે લાઈનની હદમાં થયેલ ગેરકાયદેસરના દબાણો હટાવવાની ચહલપહલને લઇ સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ.

ProudOfGujarat

કપડવંજના બે મકાનોમાંથી સ્ટાર એ શ્રેણીમાં આવતા ૫૯ કાચબા મળી આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!