Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા મીરા મર્ડર કેસનો ભેદ ઉકેલતી નર્મદા પોલીસ.

Share

છેલ્લા કેટલાક દિવસથી બહુ ચર્ચિત વડોદરા મીરાં મર્ડર કેસનો ભેદ નર્મદા પોલીસે ઉકેલ્યો છે. મીરાં સોલંકીની હત્યા કરનાર મુખ્ય આરોપી સંદીપ મકવાણાને નર્મદા પોલીસ પકડી લાવી હતી અને રાજપીપલા જિલ્લા પોલીસ વડા કચેરીએ પત્રકાર પરિષદ બોલાવી આરોપીને મીડિયા સમક્ષ રજુ કર્યા બાદ મર્ડર કેસ ની સમગ્ર હકીકત જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ પત્રકાર પરિષદને સંબોધી હતી.

મર્ડર કેસની વિગત આપતાં પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે તિલકવાડા વિસ્તારના કેસરપુરા ગામ નજીક ખેતરમાં જવાનારસ્તાની બાજુમાં એક અજાણી છોકરીની લાશ મળી હતી. લાશના વાલી વારસની તપાસ કરતા લાશ નિલેષભાઈ રમણભાઇ સોલંકી (રહે. માંજલપુર) ખેડુતોના મકાનો બળીયાદેવ મંદિર સામે દરબાર ચોકડી વડોદરા શહેર) ની દિકરી મીરાબેન( ઉ.વ.૨૦) ની અને તેઓને કોઈપણ કારણોસર ગળાના ભાગે તેમજ કપાળના ઉપરના ભાગે માથામાં તેમજ બન્ને આંખોની વચ્ચેની ભાગે તથા બન્ને હાથ તથા પગના ભાગે ઈજાઓ કરી મોત નિપજાવી લાશને પુરાવાનો નાશ કરવા સારૂ લાશ ફેકી દઈ આરોપી નાશી ગયો હતો જેથી મરનાર મીરાબેનના પિતા નિલેષભાઈ રમણભાઇ સોલંકીની ફરીયાદ લઇ ગુનો નોંધાયો હતો.

Advertisement

આ ગુનાની તપાસ એ.એન.પરમાર પોલીસ સબ ઇન્સ્પેકટર તિલકવાડાએ કરતા તેઓએ આ કામની ગુનાવાળી જગ્યાનું પંચાનામુ કરી લાગતા વળતાના નિવેદન તથા અન્ય ઇલેક્ટ્રોનીક પુરાવાઓ મેળવ્યા હતા. મરનાર મીરાબેન આરોપી સંદિપભાઇ રયજીભાઇ મકવાણા (રહે.વાઘજીપરા તા.જી.વડોદરા ) સાથે ભાગી ગયેલ હોઇ અને તપાસમાં મુખ્ય શકમંદ તરીકે તેનું નામ બહાર આવતા અને તે પોલીસથી બચવા સારુ નાસતો ફરતો હતો. ત્યારબાદ એલ.સી.બી.ને પંચમ પાર્ટી પ્લોટ પાસે ક્યાંક છે તેવી ચોક્કસ માહિતી મળતાં તે જગ્યાએ હાજર તિલકવાડા પોલીસ ટીમને જાણ કરતા હકીકત તેમના દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ શરુ કરી હતી. પૂછપરછના અંતે મીરા સોલંકીની હત્યાનીતેણે કબૂલાત કરી હતી. ગુનો કબૂલતા તા.૨૨/૦૪/૨૦૨૨ ના રોજ પકડી અટક કરવામાં આવેલ છે. આરોપીને પૂછતા તેને જણાવ્યુ હતું કે મરનાર મીરા છેલ્લા ત્રણેક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતી અને એકબીજાને પ્રેમ કરતા હતા. તથા આરોપી આ મીરા સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતો હતો પરંતુ આ મીરાએ
તેની સાથે લગ્ન કરવાની ના પાડતા સંદીપે તેની હત્યા કરી નાખી હતી. આરોપી સંદીપે મીરાને મારી નાખવાના ઇરાદે પૂર્વનિયોજિત કાવતરુ રચી મીરાને પટાવી ફોસલાવી વડોદરાથી પોતાની સાથે લઇ જઇ ત્યાથી છોટાઉદેપુર તથા વડોદરા ગ્રામ્ય જિલ્લાની હદમાં અલગ અલગ જગ્યાઓએ લઇ ગયો હતો અને ત્યાથી તિલકવાડાના કેસરપુરા ગામે લાવેલ અને ત્યાં બન્ને જણા મોડી રાત સુધી રોકાયેલ હતા અને પોતાને આ મીરા સાથે ચાર વર્ષથી એકબીજા સાથે ઓળખાણ હોઇ અને મીરા સાથે લવ મેરેજ કરવા માંગતો હોઇ પરંતુ મીરાએ લવ મેરેજ કરવાની ના પાડતાઆ અવાવરુ જગ્યામાં એકાંતનો લાભ લઇ તેનું ઓઢણી વડી ગળે ટુંપો આપી મોત નિપજાવી ત્યાથી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ નર્મદા પોલીસે તેની ધરપકડ કરી હતી.

મીરા સોલંકી પરિવારની એકની એક દીકરી હતી. તેને તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 ની પરીક્ષા આપી હતી. પાંચ દિવસ પહેલા તે ઘરેથી નીકળી ગઈ હતી. જેથી પરિવારજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની અરજી પણ આપવામાં આવી હતી. વડોદરાના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતીની 5 દિવસ પહેલા નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં એક ખેતરમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. ત્યારબાદ નર્મદા પોલીસે ઇન્વેસ્ટિગેશન કરીને મીરાં મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો હતો.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

મેઘરાજાના મેળા અને છડીએ આકર્ષણ જમાવ્યું-ભરૂચમાં 145 કિલોની છડીને 5 કલાક ઝુલાવી-આજે બે છડીઓનું મિલન : મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરાશે..

ProudOfGujarat

માંગરોળ : વાંકલ મુખ્ય માર્ગ પર લાયસન્સ વિના બાઈક ચલાવતા 10 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસે દંડનીય કાર્યવાહી કરી

ProudOfGujarat

ભરૂચ : મહાદેવ નગર વિસ્તારમાં નશાનો વેપલો કરતા બુટલેગરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!