વડોદરામાં મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.
આજે વડોદરા મનપા દ્વારા આરાધના ટોકીઝથી ખાસવાડી સ્મશાન સુધીના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ તકે ડી.સી.પી અને એ.સી.પી સહિતના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી પોલીસ વિભાગે રાખી હતી. આ તકે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ રોડ પર દબાણો દૂર થાય અને રસ્તાઓ ખુલ્લા અને પહોળા બને તે માટે આ કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ રોડ પર ગેરેજના માલિકો દ્વારા ગેરેજનો સામાન તેમજ વાહનો રાખવામાં આવ્યા છે, ઉપરાંત છાપરાઓ બાંધીને જે કોઈ પણ દબાણ છે તેને હટાવવાની ઝૂંબેશ હાથ ધરાય છે. આ વિસ્તારમાં આગામી સમયમાં આ પ્રકારના દબાણો ન થાય તેની તકેદારી રાખવા માટે પણ અમોએ જણાવ્યું છે તેમજ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે વડોદરા શહેરના રસ્તાઓ ખુલ્લા થાય અને રોડ પરથી દબાણો હટાવવામાં આવે છે. આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આરાધના ટોકીઝથી ખાસવાડી સ્મશાન સુધીના દબાણો હટાવવામાં આવ્યા છે.
વડોદરા મનપા દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરાઇ.
Advertisement