વડોદરાના સોખડા હરિધામમાં પ્રબોધ સ્વામી સોખડા પરિસર છોડ્યા બાદ પણ વિવાદ યથાવત રહ્યો છે, જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને સરળ સ્વરૂપ સ્વામી પર સાધકોએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
પૂર્વ સાધકોએ હરિધામના વર્તમાન સંતો પર ગંભીર આરોપો લગાવ્યા છે સાધકોનું કહેવું છે કે કૃતાર્થ સાપોવાડીયા એ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે કે અહીંના સંતો દ્વારા માનસિક, શારીરિક અત્યાચાર કરવામાં આવે છે જેમાં પ્રેમ સ્વરૂપ જૂથના સરલ સ્વામીએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પણ એક સમયે કર્યું હતું. સુરતની મહિલાઓ સાથે પણ પ્રેમ સ્વરૂપ સ્વામીના સંબંધો છે તેમજ હરિધામ સોખડાના સંતો દ્વારા સાધકોને સેવા બાબતે પણ માનસિક ત્રાસ આપવામાં આવે છે. આથી હરિધામ સોખડાના બે સાધકોએ પોલીસ ફરિયાદ નોંધાવી પણ તે વિરુદ્ધ કાર્યવાહી કરી તેઓને ન્યાય મળે તેવી પોલીસ વિભાગ સમક્ષ માંગ કરી છે.
Advertisement