Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણ ખાતે આરોગ્ય મેળો યોજાયો.

Share

કરજણ ખાતે યોજયેલ આરોગ્ય મેળામાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા વિવિધ રોગ નિદાનના અલગ અલગ સ્ટોલ બનાવી આયુષ્માન નિરામય ભારત અંતર્ગત બિનચેપી રોગો જેવા કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર, ટીબી, લેપ્રસી વગેરેની સારવાર, આયુષ્માન કાર્ડ, ડિજિટલ હેલ્થ કાર્ડ, લોહી પેશાબમાં રિપોર્ટ, એકસરે, હોમીયોપેથી દવાઓ, બાળકોની તપાસ, કિશોરીઓના લોહીની તપાસ, આઇસિડીએસ દ્વારા વાનગી નિદર્શન, કોવિડ રસીકરણ, આરોગ્ય જાગૃતિ, આરોગ્ય શિક્ષણ, વગેરે સેવાઓ આપવામાં આવી હતી.

આ મેળામાં અંદાજિત 1200 જેવા લાભાર્થીઓએ જુદા જુદા રોગોને લગતી તપાસ, યોજનાઓની માહિતી અને લાભ લીધો હતો. આ સાથે એસ. એસ. જી. હોસ્પિટલ – વડોદરાના સહયોગથી રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કર્મચારીઓ અને નગરજનોએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું. આ કાર્યક્રમમાં કરજણ – શિનોર ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, નગરપાલિકા ઉપ પ્રમુખ જયેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી આશિષ મિયત્રા, જિલ્લા રક્તપિત અધિકારી ડો. શૈલેષ સુતરીયા, સી. એચ. સી. ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. મનીષ રોહિત સહિત તાલુકા અને નગરના પદાધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતાં. આરોગ્ય મેળાને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રશાંત સિંહ, અર્બન હેલ્થ ઓફિસર ડો. બિપીન ભલું, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ના ડો. ધારા પાટડિયા તેમજ તાલુકા હેલ્થ ઓફિસ કરજણની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે નગર અને તાલુકાની જાહેર જનતાએ વિવિધ યોજનાઓની માહિતી મેળવી વિવિધ લાભો મેળવ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ચેક બાઉન્સના કેસમાં ટ્રાવેલ એજન્ટ ને છ મહિનાની કેદ

ProudOfGujarat

નડિયાદ : જીલે જિંદગી કાર્યક્રમ અંતર્ગત યુવક-યુવતીઓ માદરે વતન જઇ દેશી રમતો રમ્યા

ProudOfGujarat

અંકલેશ્વર માં બાળક નું અપહરણ અને ઘર ના વાડા માંથી મળેલ કંકાલ મામલે હિન્દૂ-મુસ્લીમ રહીશોએ આવેદન આપ્યું ……….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!