વડોદરામાં લાકડીપૂર ખાતે વર્ષો જૂની ખુલ્લી કાંસ આવેલ છે જેની સફાઈ કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
વડોદરામાં ઘણા લાંબા સમયથી ખુલ્લી કાંસ આવેલ છે જે અવારનવાર શહેરમાં વિકાસ થતો ગયો અને સ્લેબ અને ચેમ્બરો બનતી ગઈ આ ચેમ્બરમાં સીએમડી પ્રકારનું ડમ્પિંગ થાય છે. કોર્પોરેશન દ્વારા અવારનવાર આ ડમ્પિંગની સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. હાલના સંજોગોમાં વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં પાણીની અવરજવર માટે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તરસાડી અને વાઘોડિયા સહિતના વિસ્તારોમાં આ કામગીરી કરવામાં આવે છે જેમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર માણસોને પણ નીચે ઉતારવામાં નથી આવતા માત્ર મશીનરીથી કાંસની સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. પાણીની અવરજવર સમગ્ર વિસ્તારમાં સારી રીતે થાય તેમજ કેનાલનું પાણી ઝડપથી શહેરની બહાર નીકળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આથી વડોદરાના લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, આવનાર સમયમાં લોકો આ કેનાલ કે ચેમ્બરમાં ગમે તે કચરો ના નાંખે, અને ચોખ્ખી રાખવાનો પ્રયાસ કરે.