Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં મુથુટ ફાયનાન્સમાં લૂંટનો પ્રયાસ, તમંચાની અણીએ આપી સૌને ધમકી

Share

 

વડોદરાઃ શહેરના આજવા રોડ પર આવેલી મુથુટ ફાયનાન્સમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 4 જેટલા શખ્સો તમંચા સાથે આજવા રોડ પર આવેલી મુથુટ ફાયનાન્સમાં ઘુસી ગયા હતા. તમંચાની અણીએ સિક્યુરિટી ગાર્ડ સહિત ગ્રાહકોના મોબાઈલ છીનવી લીધા હતા.એક કર્મચારીએ સતર્કતા દાખવી સાયરન ચાલુ કર્યું હતું જેના કારણે લૂટારુઓ નાસી છુટ્યા હતા. કર્મચારીની સતર્કતાના કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. અગાઉ પણ મુથુટ ફાયનાન્સમાં લાખોની લૂંટ થઈ ચુકી છે.સૌજન્ય

Advertisement

Share

Related posts

સુરત : તક્ષશિલા કોમ્પ્લેક્ષની ગોઝારી આગની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા સંચાલિત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના અભાવને લઇને કડક કાર્યવાહી હાથ ધરી હતી.

ProudOfGujarat

જામનગર જિલ્લાના પ્રભારી બ્રિજેશ મેરજા જોડીયામાં લોક પ્રશ્નો સાંભળશે.

ProudOfGujarat

વડોદરામાં હાથીખાનાના 400 વેપારી આજે ભારત બંધમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!